અમદાવાદ, તા.૪
પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણન દિન “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ જાહેર કરાઈ છે સરકારના વન વિભાગ દ્વારા આગામી તા.૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજય કક્ષાની ઉજવણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરાશે જેમાં પ્લાસ્ટિક વેસ્ટના નિયમો અમલીકરણ માટે કાર્ય શિબિર યોજાશે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પર્યાવરઅણ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમાર અને મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘની ઉપસ્થિતિમાં આ કાર્યશિબિરનો સવારે ૧૦-૦૦ કલાકે શુભારંભ કરાશે આ પહેલા મુખ્યમંત્રી પ્લાસ્ટિક કચરાના સુચારુ વ્યવસ્થાપન માટે યોજાયેલ પ્રદર્શનને ખુલ્લું મૂકીને પ્રદર્શનની મુલાકાત લેશે પ્લાસ્ટિક વેસ્ટ નિયમો અંગે પુસ્તિકાનું વિમોચન તથા કલીનર પ્રોડકશન એર્વોડ પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે યોજાયેલ ચિત્રસ્પર્ધાનું વિજેતાઓને ઈનામોનું વિતરણ કરાશે.