(એજન્સી) તા.૮
ભારતમાં આપણે ત્યાં એવા પુષ્કળ અભ્યાસ અહેવાલો છે કે જેના દ્વારા એ હકીકત પ્રસ્થાપિત કરવામાં આવી છે કે અન્ય સામાજિક સમૂહોના નાગરિકોની સરેરાશ વયની તુલનાએ દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને મહિલાઓની સરેરાશ વય ઓછી છે. નેશનલ ફેમેલી હેલ્થ સર્વે (એનએફએચએસ) અનુસાર દલિત મહિલાઓનો સરેરાશ મૃત્યુદર બિનદલિત સમુદાયની મહિલાઓ કરતાં વધુ છે. દલિત મહિલાઓનું સરેરાશ આયુષ્ય ભારતમાં અન્ય મહિલાઓના સરેરાશ આયુષ્ય કરતાં ૧૪.૬ વર્ષ ઓછું છે. સરેરાશ દલિત મહિલાઓ ૩૯.૫ વર્ષની વય સુધી જીવે છે જ્યારે સવર્ણ મહિલાઓ સરેરાશ ૫૪.૧ વર્ષ સુધી જીવે છે. બીજો રસપ્રદ મુદ્દો એ ધ્યાન પર આવ્યો છે કે જેમના માટે હેલ્થ કેર સિસ્ટમ વિકસાવામાં આવી છે તેમની જીવનશૈલી, સામાજિક-સાંસ્કૃતિક બેકગાઉન્ડ આ સુવિધાઓની પહોંચ માટે અવરોધક તરીકે કામ કરે છે. ભારતમાં કોવિડ-૧૯ મહામારી દરમિયાન એવું જોવા મળ્યું હતું કે આ મહામારીગ્રસ્ત લોકો પોતાને ઘરમાં છૂપાવવાનું વલણ ધરાવતાં હતાં. ભારતમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો ત્યારે પણ શહેરમાં તબીબી સુવિધા ઘર સુધી પહોંચાડવાની સિસ્ટમ અમલી બનાવાઇ હતી અને પૂણેમાં લોકોએ પ્લેગ સમિતિને સહયોગ આપ્યો હતો. ચાર્લ્સ રેન્ડ આ અંગે લખે છે કે જ્યારે લોકોએ પોતાની માંદગી છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે લોકો ઘણા સ્વીકાર્ય હતાં. સમિતિ વિરુદ્ધ માત્ર બ્રાહ્મણોનું એક જૂથ હતું. પ્લેગ કમિશનરના જણાવ્યા અનુસાર મુસ્લિમો માટે નિયત હોસ્પિટલો શાંતિપૂર્વક કામ કરતી હતી. આમ પ્લેગ અને કોવિડ-૧૯ દરમિયાન વિવિધ જ્ઞાતિવાદી જૂથોની જીવનશૈલીએ લોકોના શારીરિક અને માનસિક આરોગ્યને મોટા પાયે પ્રભાવિત કર્યુ હતું. પૂણે ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ પ્લેગ ફેલાયો હતો. સંશોધક ડો.એ કે વિશ્વાસે જણાવ્યું હતું કે પ્લેગ જ્ઞાતિ, વર્ગ, સામાજિક દરજ્જો કે વંશ સાથે કોઇ ભેદભાવ કરતો નથી. લાહોરમાં સરકારને રિપોર્ટ રજૂ કરતી વખતે પ્લેગને કારણે મૃત્યુદર પર અંબાલાના ડેપ્યુટી કમિશનર મેનાર્દે જણાવ્યું હતું કે જો બ્રાહ્મણોમાં પ્લેગ ફેલાશે તો તેઓ માખીઓની જેમ મરવાનું શરુ કરશે. બ્રાહ્મણો અને વાણિયાઓ પ્લેગ સામે ટકી રહેવા સક્ષમ નથી તેનું કારણ એ છે કે તેઓ મોટા ભાગનો સમય પોતાની છાતી ખુલ્લી રાખે છે અને પગમાં પણ કઇ પહેરતાં નથી જેના કારણે આ માંદગીનો ભોગ બનવાની વધુ શક્યતા છે.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)