(એજન્સી) ચંદીગઢ, તા.ર૮
દિલ્હી પોલીસે શુક્રવારે પંજાબથી બે કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. જેમની સામે પ૦૦ જેટલા ભારતીયોની વેબસાઈટો હેક કરી તેને ખરાબ ચીતરી તેમાં ભારતવિરોધી અને દેશદ્રોહી પોસ્ટ કરી હતી.
આદિલ તેલી અને શાહીદ મલ્લા નામના બે કાશ્મીરી યુવકો કુલગામ અને બારામુલ્લાના રહેવાસી છે. આ કાશ્મીરી યુવકો રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકેલ વીપીએન નેટવર્ક બારોબાર ચલાવતા હતા. તેઓ ઘણા પાકિસ્તાની ભારત વિરોધી હેકર્સ સાથે જોડાયેલા હતા. બંને શખ્સો સામે ૧ર૪ (એ) રાષ્ટ્ર વિરોધી અને ૬૬ આઈટી એકર હેઠળ ગુનો દાખલ કરાયો છે તેમ નાયબ પોલીસ કમિશનર કે.પી.એસ. મલ્હોત્રાએ જણાવ્યું હતું. બંને શખ્સોએ ટીમ હેકર્સ થર્ડઆઈ નામનું ગ્રુપ બનાવ્યું છે. ગુગલમાંથી તેઓ હેકીંગ શિખ્યા હતા. પોલીસે બંને શખ્સો પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, સીમકાર્ડ, ડોંગલ જપ્ત કર્યા હતા. તેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા હતા. તેમની સામે પ૦૦ ભારતીયોની વેબસાઈટ હેક કરી ભારત વિરોધી સૂત્રોચ્ચાર પોસ્ટ કરવાનો ઈરાદો છે. સેનાની ગુપ્તચર પાંખે આ બંને શખ્સોની પ્રવૃત્તિઓ અંગે પોલીસને સતર્ક કર્યા બાદ તેમને જલંધરથી પકડવામાં આવ્યા હતા.
કાશ્મીરી વિદ્યાર્થી તેલી જલંધરની સોલ્જર મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યુટની બીસીએ કોલેજના છઠ્ઠા સેમિસ્ટરનો વિદ્યાર્થી છે. જ્યારે મલ્લા રાજપુરાની આર્યન કોલેજના બીટેકના બીજા વર્ષનો વિદ્યાર્થી છે.