(એજન્સી) તા.૭
પશ્ચિમ બંગાળ સિવિલ સર્વિસ (એક્ઝિક્યુટિવ) પરીક્ષાની તાજેતરમાં યોજાયેલી મેઇન પરીક્ષાના પરિણામ બાદ પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ હેઠળ જોઇન્ટ બ્લોક ડેવલપમેટ ઓફિસરની નિમણૂંક માટે પસંદ કરાયેલા ૯૪ ઉમેદવારો પૈકી ૧૯ ઉમેદવારો મુસ્લિમ હતા જેમાં રોજનું પેટિયુ રળી ખાનારા દિલબર હુસૈનના એક પુત્રનો પણ સમાવેશ થતો હતો. આ પરિણામ ઉપરથી જોવા મળ્યું હતું કે રાજ્યની સિવિલ સર્વિસની પરીક્ષાઓમાં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યાં અત્યંત જૂજ નોંધાઇ હતી.
સી ગ્રૂપની ગણાતી આ મેઇન પરીક્ષાનું પરિણામ અઢી વર્ષ બાદ ગત ૪ સપ્ટેમ્બરના રોજ જાહેર થયું હતું. આશ્ચર્યની વાત છે કે આ પરીક્ષાની પ્રિલિમનરી પરીક્ષા જાન્યુઆરી-૨૦૧૮માં યોજાઇ હતી અને મેઇન પરીક્ષા ઓગસ્ટ-૨૦૧૮માં યોજાઇ હતી, પરંતુ રાજ્યના જાહેર સેવા આયોગને તેનું પરિણામ જાહેર કરવામાં અઢી વર્ષના લાંબો સમય લાગ્યો હતો.
પસંદ કરાયેલા ૯૪ ઉમેદવારોને રાજ્ય સરકારના અત્યંત મહત્ત્વના ગણાતા છ વિભાગોમાં પોસ્ટિંગ માટે નક્કી કરાયા હતા જ્યારે જોઇન્ટ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ માટે કુલ ૪૭ ઉમેદવારોને પસંદ કરાયા હતા જે પૈકી રાજ્યના પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગમાં ૯ મુસ્લિમ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ હતી જો કે રાજ્યના અન્ય મહત્ત્વના ગણાતા વિભાગોમાં પસંદ કરાયેલા કુલ ઉમેદવારોની સરખામણીએ મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા એકદંર ઘણી ઓછી જોવા મળે છે. દૃષ્ટાંત તરીકે રાજ્યના નાણાં વિભાગમાં કુલ ૧૬ ઉમેદવારોની યાદી બનાવવામાં આવી છે જે પૈકી ફક્ત ૩ મુસ્લિમ ઉમેદવારોના નામ જોવા મળ્યા હતા. આ તમામ ઉમેદવારોને મદદનીશ કોમર્શિયલ ટેક્સ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવશે. રાજ્યના જમીન અને જમીન સુધારણા, અને નિરાશ્રિત રાહત અને પુનઃવસન વિભાગમાં લેન્ડ રેવન્યુ સર્વિસ- ક્લાસ-૧ ઓફિસરની પોસ્ટ માટે કુલ ૧૫ ઉમેદવારોની યાદી તૈયાર કરાઇ હતી જે પૈકી ફક્ત ૪ મુસ્લિમ ઉમેદવારોના નામ જોવા મળ્યા હતા. ગ્રાહક બાબતોના વિભાગમાં ક્લાસ-૧ અધિકારીની પોસ્ટ ભરવા ૧૨ ઉમેદવારોની યાદી તૈયાર કરાઇ હતી જેમાં ફક્ત ૨ મુસ્લિમ ઉમેદવારોના નામ જોવા મળ્યા હતા. પશ્ચિમ બંગાળ સિવિલ સર્વિસ પરીક્ષા બાદ ક્લાસ-૧ અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા કુલ ૯૪ ઉમેદવારોને પસંદ કરાયા હતા જે પૈકી ૧૯ ઉમેદવારો મુસ્લિમ સમુદાયના હતા ને તેમાં પણ ફક્ત ૩ મુસ્લિમ મહિલા ઉમેદવારોની પસંદગી થઇ હતી. કહેકશાં પરવીનની પસંદગી જોઇન્ટ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર તરીકે થઇ હતી, શાહીના ખાતુનની પસંદગી લેન્ડ રેવન્યુ ઓફિસર તરીકે અને મરીના યાસ્મિનની પસંદગી ગ્રાહક બાબતોના વિભાગમાં નાયબ મદદનીશ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ થઇ હતી.
પ. બંગાળની સિવિલ સર્વિસની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા અત્યંત જૂજ

Recent Comments