પાલનપુરના મૂળચંદભાઈ એક્યુપ્રેશરના ર૦ વર્ષના અનુભવી છે
બે હાથના અંગૂઠાની લાઈનમાં જતી નસ દબાવવાની અને હૃદયના ભાગ નીચે પાંસળી પર દબાવવાથી પ મિનિટમાં માણસના શરીરમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે

પાલનપુર, તા.ર૮
કુદરતે માનવીના શરીરમાં અનેક ખૂબીઓ આપી છે. યોગ્ય રીતે આ ખૂબીઓનો ઉપયોગ કરવામાં આવે તો દરેક સમસ્યાનો હલ છે. હાલ સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત છે ત્યારે પાલનપુરના મૂળચંદભાઈ ૫ મિનિટમાં જ શરીરમાંથી ઓક્સિજન પેદા થાય એવો દાવો કરે છે. પાલનપુરના મૂળચંદભાઈએ દાવો કર્યો છે કે ૫ મિનિટમાં શરીરમાં ઓક્સિજન ઉતપન્ન થાય છે. બે હાથના અંગુઠાની લાઇનમાં જતી નસ દબાવવાથી અને હૃદયના ભાગ નીચે પાસળી પર દબાવવાથી ૫ મિનિટમાં માણસના શરીરમાં ઓક્સિજન ઉતપન્ન થાય છે. ૨૦ વર્ષના એક્યુપંક્ચરના અનુભવી મૂળચંદભાઈએ અનેક લોકોને ઓક્સિજનની ઉણપ વર્તવા દીધી નથી. ૨ હાથ અને પાંસળીઓની નસ દબાવી પાંચ જ મિનિટમાં ઓક્સિજનનું લેવલ વધે છે. અત્યારે સમગ્ર દેશ કોરોનાના ભરડામાં છે ત્યારે ઓક્સિજનની અછતને લઈ અનેક લોકો મૃત્યુ પામે છે. જો કે મૂળચંદભાઈ છેલ્લા ૨૦ વર્ષથી માત્ર સેવા કરે છે અને ઓક્સિજનની ઉણપથી મોત થતા જોઈ ગમગીન મૂળચંદભાઈ વધુમાં વધુ લોકો સાથે આ સંદેશો પહોંચાડવા માંગે છે. જો આ એક સામાન્ય પ્રયોગ કરવામાં આવે તો અનેક લોકોના જીવ બચી જશે એવો મૂળચંદભાઈનો દાવો છે. રિયાલિટી ચેક કરવા ખાનગી હોસ્પિટલમાં દર્દી પર ઓકસોમિટર દ્વારા ચેક કરાવાયું પ્રથમ દર્દીનું ઓક્સિજન લેવલ ૮૬ હતું પરંતુ હાથ અને પાસળી પર સ્પંચ કરવાથી દર્દીનું ઓક્સિજન લેવલ ૯૮ પર પહોંચી ગયાની દર્દીના સગાએ પુષ્ટિ આપી હતી.