(એજન્સી) તા.૮
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અને પ્રવક્તા ડેરેક ઓ’બ્રાયને સોમવારે નોટબંધીની જાહેરાત પછી પાંચ વર્ષ પહેલાં મુખ્યમંત્રી અને પાર્ટીના વડા મમતા બેનરજી (દીદી) દ્વારા કરવામાં આવેલા ટિ્વટ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ૮ નવેમ્બર ૨૦૧૬ની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પછી મમતાએ નોટબંધીના વિરોધમાં કોલકાતાથી દિલ્હી, લખનૌ અને પટના સુધી વિરોધમાં સભાઓ યોજી હતી. નોટબંધીની જાહેરાત બાદ પોતાના ટિ્વટમાં મમતાએ લખ્યું કે, સરકારે આ કડક નિર્ણય પાછો ખેંચવો જોઈએ. વડાપ્રધાન વિદેશમાંથી કાળું નાણું લાવવા માટે આપેલું વચન પૂરૂં કરી શક્યા નથી, તેથી તેમની નિષ્ફળતા છૂપાવવા માટે આ નાટક છે, તે નાણાકીય અરાજકતા છે અને ભારતના સામાન્ય લોકો પર આફત છે. તૃણમૂલના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ’બ્રાયને ટિ્વટ કરીને નોટબંધીને અર્થવ્યવસ્થા માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો, ૮ નવેમ્બર, ૨૦૧૬ની રાત્રે, નોટબંધીની જાહેરાતના થોડા કલાકો બાદ, માત્ર મમતા બેનરજી તેને પકડી શક્યા. તેમના દ્વારા તેને નિર્દય નિર્ણય ગણાવીને પાંચ ટિ્વટ કરવામાં આવી હતી. નોટબંધીની જાહેરાત બાદ દેશભરમાં ગભરાટનું વાતાવરણ હતું. લોકોને નોટો બદલવા બેંકોની બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હતું. તૃણમૂલે આક્ષેપ કર્યો હતો કે, આ સમયગાળા દરમિયાન કતારોને કારણે ઘણા લોકોનાં મોત પણ થયા હતા. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું. મમતા બેનરજી આની સતત ટીકા કરી રહી છે.
ફક્ત મમતા બેનરજી જ સમજી શક્યાં હતાં : નોટબંધી અંગે ઓ’બ્રાયનનું નિવેદન

Recent Comments