(એજન્સી) તા.૧૧
ઈરાનમાં સંસદના અધ્યક્ષના વરિષ્ઠ વિદેશી સલાહકાર હુસૈન અમીર અબ્દુલ્લાહિયાં કહે છે કે ઝાયોનિસ્ટ શાસન દ્વારા ઈરાની પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની હત્યા અન્ય દેશોની જાસૂસી સેવાઓના સહકાર વગર અશક્ય હતી. તેમણે સમાચાર નેટવર્કને વધુમાં જણાવ્યું કે, “આતંકના તત્ત્વોના સંદર્ભમાં જુદા-જુદા પુરાવા છે કે, આ મુધામાં ઝાયોનિસ્ટસની ભૂમિકા હતી, પણ શું ઝાયોનિસ્ટ્સ એકલા અન્ય જાસૂસી સેવાઓના સહકાર વગર આ કૃત્ય કરવા માટે સક્ષમ હતા કે કેમ, તો તેઓ ચોક્કસપણે આવું કરવામાં સમર્થ ન હતા.” તેમણે કહ્યું કે દુશ્મનો દરેક તક શોધી રહ્યા છે કે ઈરાની વૈજ્ઞાનિકોની હત્યા કરી નાખે, ખાસ કરીને તે વૈજ્ઞાનિકો જેઓ, ઈરાનની સંરક્ષણ ક્ષમતા અને મૂળભૂત વિજ્ઞાનોને વિકસાવવામાં સંડોવાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ પાંચ અન્ય ઈરાની વૈજ્ઞાનિકોની હત્યા કરી ચૂક્યું છે. ઈઝરાયેલે ઈરાનના અણુ ઊર્જા સંગઠન (એઈઓઆઈ) ના પૂર્વ વડા અને હેવ સંસદ ઊર્જા સમિતિના પ્રમુખ ફેરીડોન અબ્બાસીની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ તે પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ કૃત્ય પાછળ ઈઝરાયેલના બનાવટી શાસનના કેટલાક ગુપ્તચર અધિકારીઓએ દાવો કર્યો હતો કે અમે આ કૃત્યની પાછળ છીએ.
Recent Comments