(એજન્સી) તા.૧૧
ઈરાની સશસ્ત્ર દળોના સામાન્ય સ્ટાફના પ્રમુખ મેજર જનરલ મોહમ્મદ હુસૈન બઘેરીએ આજે એક બેઠકમાં સમજાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં આતંકવાદી સંગઠનોએ ડૉ.ફખરીઝાદેહની હત્યા કરવા માટે વારંવાર પ્રયાસ કર્યા હતા અને તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા હતા, પણ આ વખતે સેટેલાઈટ દ્વારા માર્ગદર્શિત શસ્ત્રો અનેઅદ્યતન તકનીકનો ઉપયોગ કરીને, લેસર અને બુદ્ધિશાળી હથિયારો દ્વારા તેઓ તેમની કામગીરી પૂરી કરવામાં સફળ થઈ ગયા હતા. ઈરાનની અભિવ્યક્તિ સમજદારી પરિષદના સચિવ મોહસિન રેઝાઈએ મેજર જનરલ બાઘેરી દ્વારા અભિવ્યક્તિ પરિષદને રજૂ કરાયેલા અહેવાલ વિશે માહિતી આપી હતી. રેઝાઈએ ઉમેર્યું હતું કે, “બઘેરીના અહેવાલમાં જણાવ્યા અનુસાર જે હથિયારો ઉપયોગમાં લેવાયા હતા તે મફલર (સાઈલેન્સર)થી સજ્જ હતા. જેથી ફખરીઝાદેહનો પરિવાર ગોળીબારનો અવાજ સાંભળી શક્યા ન હોતા. બઘેરીએ જણાવ્યું હતું કે, શહીદ મોહસિન ફખરીઝાદેહની હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલો શસ્ત્ર નાટોની માલિકીના છે. “આઈઆરજીસીના ઉપ કમાન્ડર અદમિરલ અલી ફઝાવીએ રવિવારે જણાવ્યું હતું કે ફખરીઝાદેહ સાથે તેના ૧૧ અંગરક્ષકો હતા અને દુશ્મનોએ આર્ટિફિશિયલ ઈન્ટલિજેન્સ અને સેટેલાઈટ દ્વારા નિયંત્રિત એક ઓટોમેટિક મશીનગનની અસરકારક કામગીરી માટે યોગ્ય સ્થાને ગોઠવણ કરી હતી. ફઝાવીએ કહ્યું હતું કે, મશીનગનમાં અદ્યત્તન કેમેરા હતા અને તેના દ્વારા ૧૩ વખત ફાયરિંગ થયું હતું, શહીદ ફખરીઝાદેહને ઘણી ગોળીઓ મારવામાં આવી હતી અને છેવટે હોસ્પિટલમાં તે શહીદ થઈ ગયા હતા.