દાહોદ, તા.૧૧
દાહોદ જિલ્લાના ફતેપુરાના સલરા ગામે વળાંકમાં ટર્ન લેતી વેળા સામસામી બે બસો ટકરાતા ૩૩ જણને ઈજા થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરાના અંજાર બસ અને સંતરામપુર ફતેપુરા આ બંને બસો સલરાના વળાંક પાસે અકસ્માત થયો હતો. આ વળાંકમાં કેટલા અકસ્માત થતા કેટલાનું મૃત્યુ પણ થયું છે તેમ છતાં આ અંગે કોઈ અધિકારીઓ કે રાજકીય વગધરાવતા માણસો ધ્યાન આપતા નથી. આ વળાંક અને તેના નીચે બીજો વળાંક પણ એ જ રીતનો છે અને રોંગ સાઈડમાં આ બંને વળાંકોમાં થોડી સુધારાની પ્રક્રિયાઓ કરી અને મોટા અકસ્માતો થતા બચાવી શકાય છે. આ અકસ્માતમાં કુલ ૩૩ જેટલા મુસાફરો ઘવાયા હતા. તેમાંથી ચારથી પાંચ જણાને દાહોદ રીફર કરવામાં આવ્યા હતા. તેમ એક ડ્રાઈવરને પાછળ થાપાના ભાગે ઈજા થઈ અને બીજા ડ્રાઈવરને ફ્રેકચર થયું હોય તેમ જણાવી રહેલ છે.