ફતેપુરા, તા.ર૪
ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ. રાઠવા તથા તેમના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળેલ કે એક બંધ બોડીનો ટેમ્પો ૪૦૭ નં. જી.જે.૧૯ ટ ર૩૧૧ દારૂ ભરીને આવી રહ્યો છે. તે દરમ્યાન ટેમ્પો આવતા પોલીસના માણસો એ ટેમ્પો ઊભો રાખવાનો ઈશારો કરતા ડ્રાઈવરે ઊભો રાખેલ ન હતો જેથી પોલીસે એક કિલોમીટર દૂર સુધી પીછો કરી પકડી પાડેલ હતો અને ડ્રાઈવરની પૂછપરછ કરતા ગલ્લાતલ્લા કરતાં તેને નીચે ઉતારી તપાસ કરતા તેમાં ઈંગ્લિશ દારૂ અને બિયરના બોટલોના બોક્ષ ભરેલા જણાઈ આવતા પોલીસ સ્ટેશને લઈ આવેલા અને ડ્રાઈવરને પૂછપરછ કરતાં કોઈ પાસ પરમીટ નથી અને કોઈ સતિષ નામનો માણસ આનંદપુરીથી ગોધરા જવાનું છે કહી મોબાઈલ નંબર આપી સૂચના આધારે જતા ટેમ્પો પકડાઈ ગયેલ હતો તેમાંથી વિવિધ માર્કાની કુલ બોટલો નંગ ૧૦પ૬૦ મળી આવેલ હતી અને મોબાઈલ નં.ર કિંમત રૂપિયા સોળસો ટેમ્પો-૪૦૭ કિંમત રૂપિયા ૩ લાખ સાથે કુલ મળી બાર લાખ ૧૧ હજાર ર૦૦ મુદ્દામાલ પોલીસે કબજે લઈ પંચનામુ કરી તેને એટેક કરી પ્રોહી કલમ ૬૬(૧)બી ૬પ(ઈ) ૮૧, ૯૮(ર) મુજબ વધુ તપાસ પીએસઆઈ એ.એમ. રાઠવા ચલાવી રહ્યાં છે.