૧પ ડિસેમ્બર સુધી મતદારયાદીમાં સુધારો કરાશે
દાહોદ, તા.રર
ફતેપુરા તાલુકા કુમારશાળામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. બીએલઓ શૈલેષભાઈ પ્રજાપતિ, નિરવભાઈ શેઠ અને કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ કરી રહ્યા હતા. ત્યારે ફતેપુરા મામલતદાર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મામલતદાર પી.એન.પરમાર દ્વારા મતદાન મથકમાં જરૂરી આધાર પૂરાવા છે કે, નહીં તેની તપાસ કરવામાં આવી હતી. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૨/૧૧/૨૦૨૦થી ૧૫/૧૨/૨૦૨૦ સુધી ચાલશે. ત્યારે મતદારયાદીમાં નામમાં સુધારો વધારો તેમજ નવું નામ ઉમેરવા માટે પોતાના બીએલઓનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું હતું.
(તસવીર :- આઝાદ મનસુરી, ફતેપુરા)
Recent Comments