દાહોદ, તા.ર૭
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ દ્વારા સોયાબીન તેલના ડબ્બાઓને શંકાના આધારે પકડી પાડી ફૂડ એન્ડ ડ્રગ્સને જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સ્થળ પર પહોંચી તેલના ડબ્બા સીલ કરી તેલનો નમૂનો લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે.
ફતેપુરા પોલીસ દ્વારા સોયાબીન તેલના ૧૫ લિટરના ૧૫૦ ડબ્બાઓ શંકાના આધારે ઝડપી પાડી ફૂડ એન્ડ ડ્રગ્સ દાહોદને જાણ કરતા ફૂડ એન્ડ સેફટી ઓફિસર એન.આર. રાઠવાની ટીમ ફતેપુરા મુકામે દોડી આવી તમામ ૧૫ લિટરના ૧૫૦ સોયાબીન તેલના ડબ્બા સીલ કરી તેલનો નમૂનો લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ તેલના ડબ્બાઓ ફતેપુરાને બે પેઢીઓના હોવાનું જાણવા મળેલ છે અને તમામ તેલના ડબ્બાઓ વેપારીના ગોડાઉનમાં સીલ કરેલો હોવાનું જાણવા મળેલ છે.
ફતેપુરા પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા તેલના તમામ ડબ્બાઓ સીલ કરી તેલના નમૂના લઈ તેલને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.