ફતેપુરા, તા.૮
ફતેપુરા તાલુકામાં સૌથી વૃદ્ધ મહિલાનું આજરોજ નિધન થયું હતું. પ્રજાપતિ સમાજ તેમજ ફતેપુરા ગામમાં જ જન્મેલા કંકુબેન પ્રજાપતિના લગ્ન સમાજના રીતિ-રિવાજ મુજબ પોતાના જ ગામમાં થયા હતા. ૧૦૬ વર્ષના આયુષ્ય દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. કંકુબેન વાલાભાઈ પ્રજાપતિએ પોતાની ત્રીજી પેઢી સાથે સમય વિતાવ્યો હતો. ૧૦૬ વર્ષની ઉંમર દરમિયાન છેલ્લા ૨૦ વર્ષથી ક્યારેય એક પણ દવાની જરૂર પડી નથી. તદુપરાંત તેમને જોવાની દૃષ્ટિ તેમજ મોઢામાં પૂરેપૂરા દાત હતા તથા માથામાં નવેસરથી કાળાવાળ ઊગવાની શરૂઆત થતાં આશ્ચર્ય સર્જાયું હતું. અચાનક જ તેમની તબિયત લથડતા આજરોજ તેમનું અવસાન થયું હતું તેમના નિધનથી પરિવારમાં માતમ છવાયો હતો.