ફતેપુરા, તા. ૨૧
ફતેપુરા તાલુકા પંચાયતમાં બુધવારે હોબાળા બાદ આજે ચુસ્ત પાલિસ બંદોબસ્ત સાથે ચુંટણી યોજાઇ હતી.જેમાં ભાજપા ના એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા.જેથી પ્રમુખ તરીકે કોગ્રેસ રજનીકાબેન ઘનશ્યામભાઇ મછાર અને ઉપ પ્રમુખ તરીકે જવરાભાઇ બારીયા નો વિજય થયો હતો.તાલુકા પંચાયત કોગ્રેસે ભાજપ પાસેથી આચકી લીધી હતી.
ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપ ના ૧૪ અને કોગ્રેસના ૧૪ સભ્યો વિજેતા થયા હતી.જેમાં ગત ટર્મમાં સરખા સભ્યો હાજર હોવાથી ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી.જેમાં ભાજપા ના ગીતાબેન ડામોર પ્રમુખ તરીકે વિજેતા થયા હતા.અને ઉપ પ્રમુખ તરીકે કોગ્રેસ ના રજાકભાઇ પટેલ વિજેતા થયા હતા.જેની ટર્મ પુરી થતા ફરીથી ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.બુધવારના રોજ ભાજપા ના એક સભ્ય ભુરસીંગભાઇ ભાભોર હાજર ન રહેતા હોબાળો થયો હતો.અને સભા મુલતવી રખાઇ હતી.જે સભા ગુરુવારના રોજ ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે યોજાઇ હતી.જેમાં સમય દરમ્યાન ભાજપાના એક પણ સભ્ય સભામાં હાજર થયા ન હતા.જેથી કોગ્રેસના ૧૪ સભ્યો હાજર હોવાથી કોગ્રેસનો વિજય થયો હતો.