(સંવાદદાતા દ્વારા) ફતેપુરા, તા.૨૯
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ હતી. ફતેપુરા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ ચાર્જ સંભાળવાનો આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રઘુભાઈ મછાર, પૂર્વ ધારાસભ્ય દિતાભાઈ મછાર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સભ્યો અને આજુબાજુ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો, સરપંચો બધા સાથે જોડાઈ કોંગ્રેસ પક્ષના કાર્યાલય ઉપર ભેગા થયા હતા અને ત્યાંથી બધા વાઘ વાજતે-ગાજતે તાલુકા પંચાયતે આવી અને પૂજા-અર્ચના કરી પ્રમુખ રજનીકાબેન ઘનશ્યામભાઈ મછાર તેમજ ઉપપ્રમુખ જવરાભાઈ બારિયાએ વડીલોના આશિર્વાદ લઈ એક-બીજાને ફૂલહાર કરી ચાર્જ સંભાળ્યો હતો.