ફતેપુરા, તા.૧૭
દાહોદ એસપીરેશનલ જિલ્લા અંતર્ગત જિલ્લા કલેકટર વિજય ખરાડી સાહેબ તેમજ જિલ્લા બાળ વિકાસ અધિકારી રચિત્તરાજ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પી.આર સુથારના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ખાતે િંેી હટ્ઠં મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં ભારત સરકારના ટી.બી નાબુદી અભિયાન અંતર્ગત તપાસ તેમ જ દવા પ્રતિરોધી ટીબીના દર્દીઓની તપાસ માટે આ મશીનનો ઉપયોગ ફતેપુરા તાલુકાની જનતાને લાભ મળે તે માટે ઉપલબ્ધ કરાવેલ છે આ મશીન દ્વારા એક કલાકની અંદર ટી.બી.ની બીમારીનું નિદાન કરી શકાય છે ઉપરોક્ત વિધિ એક કલાકની અંદર દવા પ્રતિરોધી ટી.બી.ના દર્દીઓની તપાસ કરી શકાય છે ઉપરાંત ટીબીની તપાસ માટે ગળફાની માઈક્રોસ્કોપની તપાસ તેમજ એક્સરેની સુવિધા પણ ઉપલબ્ધ છે.