(એજન્સી) તા.૧૪
તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તૈયબ એર્દોગને શુક્રવારે જાહેરાત કરી હતી કે વિશ્વની સ્થાપત્ય વિષયક અજાયબીઓમાંથી એક હાગિયા સોફિયાને નમાઝ માટે ફરી ખુલ્લી મુકવામાં આવશે. એર્દોગનના આ નિર્ણયના કારણે ખ્રિસ્તીઓ અને પાડોશી દેશ ગ્રીસમાં રોષ ફેલાયો છે. તુર્કીની સર્વોચ્ચ અદાલતે છઠ્ઠી સદીમાં બાઈઝન્ટાઈન સામ્રાજય દ્વારા બનાવવામાં આવેલા આ સ્થાપત્યનો મ્યુઝિયમ તરીકેનો દરજજો રદ કરી તેને મસ્જિદમાં રૂપાંતરિત કરવાનો માર્ગ મોકળો કરતા રાષ્ટ્રપતિ એર્દોગને આ જાહેરાત કરી હતી. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજજો ધરાવતું હાગિયા સોફિયા વિશ્વભરમાંથી પ્રવાસીઓને આકર્ષે છે. બાઈઝન્ટાઈન સામ્રાજય દ્વારા આ ઈમારતનું નિર્માણ સર્ચ તરીકે કરવામાં આવ્યું હતું. ૧૪પ૩ ઓટોમાન સામ્રાજય દ્વારા કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લેવામાં આવતા તેને મસ્જિદમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું હતું. તુર્કીની સર્વોચ્ચ વહીવટી અદાલત ગણાતી કાઉન્સિલ ઓફ સ્ટેટે સર્વસંમતિથી ૧૯૩૪માં કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને રદ કર્યો હતો કાઉન્સિલ ઓફ સ્ટેટે કહ્યું હતું. કે તેમની પાસે રહેલા સંમતિના દસ્તાવેજોમાં હાગિયા સોફિયાની નોંધણી મસ્જિદ તરીકે થયેલી છે.

આ ૧પ૦૦ વર્ષ જૂની ઈમારત ખ્રિસ્તીઓ અને મુસ્લિમો માટેના શ્રેષ્ઠ ધાર્મિક સ્થળોમાંથી એક છે.
ઈ.સ. પ૩૭માં બાઈઝટાઈન સમ્રાટ જસ્ટિનિયનને તેનું બાંધકામ કરાવ્યું હતું.
૧૩મી સદીમાં ક્રૂસેડરોએ થોડા સમય માટે તેના પર કબજો જમાવ્યો હતો. ત્યાર બાદ મુસ્લિમોએ ફરી આ ઈમારત પર કબજો મેળવ્યો.
આ ઈમારતની આસપાસ ચાર મિનારાઓ તૈયાર કરવામાં આવ્યા.
૧૯૩૪માં તુર્કીના પ્રથમ રાષ્ટ્રપતિ મુસ્તુફા કપાલ અનાતુર્કે હાગિયા સોફિયાને મ્યુઝિયમમાં ફેરવી દીધું.
૩૦૦ મિલિયન ઓર્થોડોકસ ખ્રિસ્તીઓનું કહેવું છે કે હાગિયા સોફિયાના દરજજામાં ફેરફાર કરવાથી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે તિરાડ પડશે.

હાગિયા સોફિયા નમાઝના સમય સિવાય મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે : તુર્કી

તુર્કીના ધાર્મિક બાબતોના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, હાગિયા સોફિયા નમાઝના સમય સિવાય મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે અને તેના ખ્રિસ્તી પ્રતિકોને યથાવત રાખવામાં આવશે. નોંધનીય છે કે તુર્કીની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં જ તેના ચુકાદા દ્વારા હાગિયા સોફિયાને મસ્જિદમાં રૂપાંતરિત કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. છઠ્ઠી સદીમાં તૈયાર કરવામાં આવેલી ઇસ્તંબુલની આ ઈમારત ૧૯૩૪થી મ્યુઝિયમનો દરજજો ધરાવતી હતી. પરંતુ હવે શુક્રવારે આ દરજજો રદ કરી આ ઈમારતને ધાર્મિક વહીવટ માટેની સંસ્થા દિયાનેટને સોંપી દેવામાં આવશે. તુર્કીના આ નિર્ણય સામે રશિયા અને કેટલીક પશ્ચિમી સરકારોએ વિરોધ નોંધાવ્યો છે. દિયાનેટે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાગિયા સોફિયાના ખ્રિસ્તી પ્રતિકો નમાઝમાં બાધારૂપ નથી. આ સંસ્થાએ કહ્યું હતું કે, નમાઝના સમયે આ પ્રતિકોને પડદા વડે ઢાંકી દેવામાં આવશે. અને નમાઝના સમય સિવાય હાગિયા સોફિયા મસ્જિદને મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તૈયપ એર્દોગને જાહેરાત કરી હતી કે ર૪ જુલાઈ શુક્રવારથી હાગિયા સોફિયાને નમાઝ માટે ખુલ્લી મુકવામાં આવશે.