નવી દિલ્હી, તા.૧૧
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં પણ દિલ્હીનુ ચેમ્પિયન બનવાનુ સપનુ પુરુ ના થઇ શક્યુ. જોકે, ૧૨ વર્ષના લાંબા ઇન્તજાર બાદ દિલ્હીની ટીમ પહેલી વખત આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી, જોકે, મુંબઇએ દિલ્હીને પાંચ વિકેટથી હરાવીને ફરી એકવાર ખિતાબ પોતાના નામે કરી લીધો. પરંતુ હાર મળવા છતાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે એક મોટુ નિવેદન આપ્યુ છે.
દુબઇ ઇન્ટરનેશન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ ૨૦૨૦ની ફાઇનલ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં ૨૦ ઓવરોમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૬ રન બનાવ્યા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા અને ચેમ્પિયન બનવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે માત્ર ૧૮.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. અને પાંચમી વાર આઇપીએલ ચેમ્પિયન બની હતી. મેચ બાદ દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું- આઇપીએલ હંમેશા બધાને ચોંકાવે છે, સૌથી મુશ્કેલ લીગ, હુ આમાં રમીને ખુશ છુ. આ શાનદાર સફળ રહ્યો. મને મારા ખેલાડીઓ પર ગર્વ છે. ફાઇનલ સુધી પહોંચવુ આસાન નથી રહ્યું, આ એક સારી ઉપલબ્ધિ છે,
પરંતુ આઇપીએલ જીતતા તો સારુ રહેતુ, એક કદમ આગળ હોતા. અય્યરે કહ્યું ટીમ આગામી વર્ષથી મજબૂતીથી વાપસી કરશે, ટ્રૉફી જીતવાની કોશિશ કરશે, હું ફેન્સનો આભાર માનીશ. અય્યરે કૉચ રિકી પોન્ટિંગનો પણ આભાર માન્યો, કહ્યું- મે ઘણીવાર કહ્યું છે કે મે જેટલા લોકો સાથે કામ કર્યુ તેમાથી રિકી સર્વશ્રેષ્ઠ છે, તે મને રમવાની પુરેપુરી સ્વતંત્રતા આપે છે. મને તેમની સાથે રહેવુ પસંદ છે.
ફાઇનલ મેચમાં હારીને પણ ખુશ છે, દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર

Recent Comments