વલસાડ, તા.૨
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે. દવા બનાવતી કંપની સન ફાર્માના ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતો ગણદેવી તાલુકાને યુવાન ગઈકાલે સંક્રમીત થયો હતો. બાદમાં આજે ૧૪ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી દાદરા ખાતે આવેલા પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે પ્લાન્ટ બંધ કરી દઈને સેનિટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.