વડોદરા,તા.૪
વડોદરામાં જમીઅતે ઉલેમાએ હિન્દ, જમાઅતે ઇસ્લામી હિંદ, એહલે સુન્નત વલ જમાઅત (ઉલમા કાઉન્સિલ), ઓલ ઇન્ડિયા મીલ્લી કાઉન્સિલ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસે મુશાવેરત, બહુજન ક્રાંતિકારી મોરચા વિગેરે તરફથી NPR ના બહિષ્કાર બાબતે બવાહિર હોલ ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . જમીઅતે ઉલેમાએ હિન્દ(અર્શદ મદની)ના વડોદરાના સેક્રેટરી હનીફ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં આ કાર્યક્રમનો હેતુ એકજ લીટીનું છે કે “એન પી આર નુ બહિષ્કાર, તેમજ તેમણે “કાગઝ નહી દીખાએગે” અભિયાન ને સફળ બનાવવા નાગરિકોને આહવાન કર્યું હતું. એસોશીએશન ફોર પ્રોટેક્શનર્ ક સિવિલ રાઈટ્સ ગુજરાતના પ્રમુખ શૌકત ઇન્દોરી એ NPRની કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત ચર્ચા બાદ જણાવ્યું એનપીઆર અને એનઆરસી જોડિયા ભાઈ છે અને NPRએ NRCની પ્રક્રિયાનું પ્રથમ પગલું છે. ઓલ ઇન્ડિયા મીલ્લી કાઉન્સિલના જોઈન્ટ સેક્રેટરી અઝીઝ ડાંગીવાલાએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી તેમજ હિમ્મત અને સમજથી પરિસ્થિતિ સામે સંઘર્ષ કરવાનું છે. ડોક્ટર જે.એસ. બન્દુક્વાલાએ વર્તમાન પરિસ્થિતિનો સામનો શિક્ષણની મદદથી કરવા મુસ્લિમ સમાજને આહવાન કર્યું હતું. પીયુસીએલના આનંદ મઝ્ગાઓકરે એનપીઆરના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા કરી હતી તેમણે વિશેષ કરીને CAA, NPR, NRCની વિરુદ્ધ સંઘર્ષ કરી રહેલ મહિલાઓને સલામ કરી હતી. જાણીતા કર્મશીલ તેમજ પીયુસીએલના રાષ્ટ્રીય સચિવ રોહિત પ્રજાપતિએ વર્તમાન પરિસ્થિતિ સામે સમજણ સાથે સંઘર્ષ કરવાની વાત ઉપર ભાર મુક્યો હતો. ફાસીવાદી વિચારધારા સામે લડવા ઊંડાણ પૂર્વક અધ્યયન ની જરૂર પર ભાર મુક્યું હતું. એહલે સુન્નત વલ જમાઅત (ઉલમા કાઉન્સિલ)ના મૌલાના જમીલ કાદરીએ કુર્આન અને હદીસના હવાલાથી કહ્યું કે, દરેક યુગમાં હક અને બાતીલનો મુકાબલો રહ્યો છે અને હમેશાં સત્યની જીત થઇ છે. બામસેફના વિજય ડેનીયલે પ્રાસંગિક વિષય ઉપર ધારદાર પ્રવચન કર્યું હતું. તેમજ એસસી, એસટી, ઓબીસી સહિત દરેક સમાજને સમજે NPRનો બહિષ્કાર કરવાનું આહવાન કર્યું હતું. જમીઅતે ઉલેમાએ હિન્દ (મેહમુદ મદની)ના મુફ્તી ઈમરાને હાજર જનોને સૌ સાથે મળીને NPRનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું અહવાન કર્યું હતું અને રાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ NPRના બહિષ્કારનું મજબુતીથી અમલ કરવાનું આહવાન કર્યું હતું. તેમજ બહિષ્કાર માટે દરેક સમાજ અને બીરાદરીને આગળ આવવા આહવાન કર્યું હતું.
ફાસીવાદી વિચારધારા સામે લડવા ઊંડાણથી અધ્યયન જરૂરી : રોહિત પ્રજાપતિ

Recent Comments