આપણા સ્નાયુમાં કાર્બોદિત પદાર્થ સાથે ઊર્જાનો ફરીથી સંચાર કરવા માટે આપણા શરીરને કમસે કમ ૨૪ કલાકના આરામની જરૂર છે એવું તારણ અનેક અભ્યાસો દ્વારા બહાર આવ્યું છે
(એજન્સી) તા.૬
૨૦૧૭માં વિશ્વ વિખ્યાત લાંબા અંતરના દોડવીર રોન હિલે પોતાની એક દૌડ દરમિયાન તબિયત નાદુરસ્ત લાગતાં એક દિવસનો આરામ કરીને સતત દોડવાનો પોતાનો ૫૨ વર્ષ અને ૩૯ દિવસનો રેકોર્ડ પૂરો કર્યો હતો. દોડવા માટે રોન હિલે કઠોર તાલીમમાંથી પસાર થવું પડ્યું હતું જેમાં ઘણીવાર તેના પગ જકડાઇ જતાં હતાં. હીલના જણાવ્યાં પ્રમાણે આવું થવાનું કારણ એ હતું કે તે એક પણ દિવસનો આરામ કરતો ન હતો. જ્યારે તમે ફિટનેસ માટેની કોઇ કસરત કે વ્યાયામ કરો ત્યારે બે વ્યાયામ વચ્ચે રેસ્ટ લેવો જરૂરી છે. તેનું કારણ એ છે કે આરામ કરવાથી કસરત દરમિયાન શરીરના સ્નાયુઓને જે નુકસાન થયું હોય છે તે આરામના કારણે સરભર થઇ જાય છે અને શરીર સ્વસ્થ બની જાય છે. મોટા ભાગના અભ્યાસો એવો નિર્દેશ આપે છે કે વર્કઆઉટ વચ્ચે રેસ્ટ અને રીકવરી શરીરને અનુકૂલન સાધવા માટે આવશ્યક છે. કસરત દરમિયાન આપણા શરીરમાં જે ઊર્જા અને પ્રવાહી સંચિત થયું હોય છે તેનો ઉપયોગ થાય છે તેથી રેસ્ટ અને રીકવરી આ ઊર્જાને ફરીથી સંગ્રહ કરવા માટે શરીરને પૂરતો સમય આપે છે. અનેક અભ્યાસો દ્વારા એવું બહાર આવ્યું છે કે આપણા સ્નાયુમાં કાર્બોદિત પદાર્થનો સંગ્રહ ફરીથી કરવા માટે ૨૪ કલાકના આરામની જરૂર પડે છે. સ્નાયુઓના ગ્લાઇકોઝેન એટલે કે કાર્બોદિત પદાર્થોના પ્રયાપ્ત સંગ્રહ માટે લોહીમાં શર્કરાનું પ્રમાણ સંતુલિત થવું જરૂરી છે. શરીરમાં વર્કઆઉટ દરમિયાન ખલાસ થઇ જતાં પ્રવાહીને રીકરવ કરવા માટે જો કે બહુ થોડો સમય લાગે છે. વિવિધ અભ્યાસો દ્વારા એવું બહાર આવ્યું છે કે કસરત દરમિયાન પરસેવાનો કારણે શરીરમાં પ્રવાહી ખૂટી જાય છે તેને ફરીથી સંચિત કરવા માટે માત્ર એક કે બે કલાકનો આરામ જરૂરી છે. પરંતુ યુરીન સતત પેદા થતું હોવાથી હાઇડ્રેશન જાળવવા માટે વર્કઆઉટ બાદ કેટલાક કલાકનો આરામ લેવો જરૂરી છે. આમ વિજ્ઞાન અનુસાર જેટલું મહત્ત્વ વ્યાયામનું છે એટલું જ મહત્ત્વ વિરામનું છે. સંશોધન દ્વારા એવું બહાર આવ્યું છે કે આપણા સ્નાયુની કોષિકાનું નિર્માણ થવા માટે આપણા શરીરને લાંબા સમયનો આરામ જરૂરી છે. ઓવર ટ્રેનિંગ સિન્ડ્રોમને અટકાવવા માટે પણ રેસ્ટ ડેઝ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વધુ પડતી તાલીમ લેવાથી થાક, અનિંદ્રા, વજન વધારો, ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે અને તેથી દર સપ્તાહે એક દિવસનો રેસ્ટ લેવાની સલાહ આપવામાં ંઆવે છે.
(સૌ.ઃ સ્ક્રોલ.ઈન)
Recent Comments