અમદાવાદ, તા.૬
શહેરના પોશ એવા નવરંગપુરા વિસ્તારમાં કારમાં દારૂ હોવાની બાતમી પીસીબીને મળતા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો. કાર ચાલકે તેની કાર ફિલ્મી સ્ટાઇલથી એસપી રિંગરોડ તરફ કાર દોડાવી દીધી હતી. પોલીસે કારને આંતરીને કારમાંથી ૩૪૭ બોટલ દારૂ ઝડપી લીધો છે.જયારે દારૂ લાવનાર નરેશ ચંપકલાલ ખત્રી અને કારનો ચાલક પોલીસને ચકમો આપીને રફુચક્કર થઈ ગયા હતા. બાતમીને આધારે શહેરમાં પીસીબીએ એક કારને છેક નવરંગપુરાથી પીછો કરીને એસપી રિંગરોડ સુધી પીછો કરીને કાર ઝડપી હતી. કારમાં ડેકી અને સીટો પર દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં પેટીઓમાં ૩૪૭ બોટલ વિદેશી દારૂ હતો. ચોર પોલીસની સંતાકુકડીમાં કારનો ચાલક અને બુટલેગર પોલીસને ચકમો આપીને રફુચક્કર થવામાં સફળ રહ્યા હતા. આમ ફિલ્મી સ્ટાઈલમાં પોલીસે કારનો પીછો કરીને કારને પકડી પાડી પણ આરોપી ભાગવામાં સફળ રહ્યાં હતાં.