(એજન્સી) તા.૧૧
દ.કોરિયાની જોમ્બિ ફિલ્મ ‘અલાઇવ’ હવે નેટફ્લીક્સ પર ગઇ કાલે તેનું પ્રિમીયર રજૂ થયું હતું. અમેરિકાની યાદીમાં નેટફ્લીક્સની ટોપ ટેન ફિલ્મોમાં આ ફિલ્મને ચોથા નંબરનું રેંકિંગ પ્રાપ્ત થયું છે. દ.કોરિયાની સાયન્સ ફીક્સન ફિલ્મ તેની અગાઉની ફિલ્મો જેટલી જ રોમાંચક છે. આ ફિલ્મના ટ્રેલરમાં તેની વાર્તા અંગે બહુ અણસાર આપવામાં આવ્યો નથી પરંતુ તેમાં જોમ્બી કયામતનું ભયાનક ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમાં તેના રોમાંચક દ્રશ્યોમાં સાઇડ વોક પર કાર ઊથલી પડે છે. કાર એન્જિન લોકોના ટોળા સાથે ટકરાય છે. એક નાનકડી બાળકી તેના માતાની બાંહોમાં ધસી જાય છે પરંતુ તેને માતા કરડી ખાય છે અને તે પણ સંક્રમિત થઇ જાય છે. આ ફિલ્મના ડાયરેક્ટર ચો ઇલહ્યુંગ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં યુ આહ-ઇન પાર્ક શીન-હ્યે છે. આ ફિલ્મની વાર્તા એવી છે કે જૂન વૂ એક દિવસ સવારે ઊઠે છે ત્યારે તેને જાણવા મળે છે કે તેના માતા પિતા કામ પર ચાલ્યાં ગયાં છે અને તેના માટે કેટલીક સૂચનાઓ મૂકતા ગયાં છે. ત્યાર બાદ તે ટીવી ઓન કરે છે અને કેટલાક ચિંતાજનક સમાચાર પ્રસારિત થાય છે. દ.કોરિયાના પાટનગર સિઓલના લોકો પર કોઇ આત્માએ હુમલો કર્યો છે. તેમની આંખોમાંથી લોહી વહી રહ્યું છે. આ ફિલ્મ જોવાથી કોરોના વાયરસ લોકડાઉનના દુઃસ્વપ્નના હોરરને તમે ભૂલી જશો. દ.કોરિયાનો એક્ટર યુ આહ-ઇન ફિલ્મમાં મૂખ્ય ભૂમિકામાં છે જે વિચિત્ર આત્માઓ સાથે લડત આપે છે. આ ફિલ્મ એક્શન પેક્ડ છે. આ ફિલ્મનું સ્ટ્રીમિંગ નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો, હુબલા, ટ્યૂબી, ક્રેકલ, શડર, પોપકોર્ન ફ્લીક્સ પર જોઇ શકાશે.