(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
એલ.પી. સવાણી સ્કૂલ દ્વારા ફી ન ભરનારા ૪ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ એલ.સી. આપી સ્કૂલમાંથી હાંકી કાઢતા વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન રાજ્ય સરકારના ફી નિયમન કમિટિ દ્વારા નક્કી કરેલ ખાનગી સ્કૂલોની ફીનો મુદ્દો આખુ વર્ષ વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ થતુ રહ્યું છે. આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે એલ.પી. સવાણી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગત વર્ષની ફી ન ભરનારા ચાર વિદ્યાર્થીઓને એલ.સી આપી દઈ સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં વાલીઓ અને આગેવાનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની સાથે જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ અહેવાલ લખાય છે.