(સંવાદદાતા દ્વારા) પાલિતાણા, તા.૧૩
પાલિતાણા તાલુકાના રોહીશાળા ગામે ગઈકાલે રાત્રે ગામના ચોકમાં આખ્યાનમાં નાખેલા ૪૦૦ ઉના વ્હાઈટ મેટલ લેમ્પ જે લેમ્પ ફૂટલો હોય તે લેમ્પમાંથી ઝેરી ગેસ નીકળતા ગ્રામજનો જે લોકો આખ્યાન જોવા ગયેલ તે લોકોની આંખમાં ઝેરી ગેસ જતા રોહીશાળા ગામના ૫૬ લોકોને આખમાં ઝાંખપ આવી ગઈ હતી જ્યારે સવારે બાળકો શાળાએ પરીક્ષા આપવા ગયા ત્યારે બાળકોની આંખમાંંથી પાણી જતું જોઈ શાળાના શિક્ષકોએ વાલીઓને બોલાવી પૂછતા વાલીઓએ કહેલ કે, રાતના ઉજાગરાના કારણે પાણી જતું હશે. આ વાત સરપંચને ખબર પડતા ગામ લોકોને બોલાવી પૂછતા ખબર પડી કે, ગામમાં ઘણા લોકોને આ તકલીફ છે ત્યારે સરપંચે ૧૦૮ને બોલાવી પાલિતાણા સરમાન સિંહજી હોસ્પિટલ ખાતે તમામને ૧૦૮ની મદદથી ખસેડાયા માનસિંહજી હોસ્પિટલના ડોકટરોએ તપાસ કરતા આ લેમ્પના ઝેરી ગેસના કારણે થયેલ હોય તેવું જાણ મળેલ પણ પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલમાંં આંખના નિષ્ણાંત ડોકટર તેમજ આંખની તપાસની મશીનરી માનસિંહજી હોસ્પિટલમાંં ન હોવાના કારણે તમામ અસરગ્રસ્તોને ૧૦૮ દ્વારા પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને ત્યાં સારવાર આપીને તમામને રજા અપાઈ હતી. આ ઘટનાની જાણ થતાં પાલિતાણાના ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા શહેર ભાજપ પ્રમુખ નીતિન ચૌહાણ ભગીરથસિંહ સરવૈયા કોંગ્રેસના આગેવાન ઈસુબભાઈ સમા સહિતના રાજકીય આગેવાનો હોસ્પિટલ પહાેંચીને તમામને પૂરતી સારવાર મળે તે માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા.