સુરેન્દ્રનગર, તા.૪
ધ્રાંગધ્રા- સુરેન્દ્રનગર રોડ પર આવેલી નવલગઢ ગામ પાસેની પ્લાઈવૂડ બનાવતી ફેક્ટરીમાં કામ કરતી મહિલા કર્મચારી મશીનમાં આવી જતા મોત નિપજતા દોડધામ મચી હતી.
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર નવલગઢ ગામ પાસે આવેલી રૂશીલ ડેકેરેટ નામની પ્લાઈવૂડની સિટો બનાવતી ફેક્ટરીમાં નવલગઢ ગામે રહેતા કાન્તાબેન લાલજીભાઈ સાગઠિયા નામની મહિલા કામ કરતા હતા અને કંપનીના મશીનના પટામાં કાન્તાબેનની સાડીનો છેડો આવી જતા તેઓ મશીન ખેંચાય જતા ગંભીર રીતે ઘાયલ થતા દવાખાનામાં સારવાર લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે વિસ્તારના સામાજિક કાર્યકર શાંતિલાલ રાઠોડે જણાવ્યું કે, પ્લાઈવૂડની ફેક્ટરીમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા તેમજ કંપનીની બેદકારીને લઈને નિર્દોષ કામદારો અને પરિવારો ભોગ બને છે. ત્યારે મૃતક મહિલાના બે બાળકોએ માતાની છત્રછાયા કંપનીની બેદરકારીને લઈને ગુમાવી પડી છે. આથી કંપનીના માલિક અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠી છે.