મેલબોર્ન, તા.રર
ગત ચેમ્પિયન રોજર ફેડરર અને ટોમસ બર્ડીચ આજે અહીયા સીધા સેટોમાં જીતની સાથે ઓસ્ટ્રેલિયા ઓપન પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. જ્યારે પૂર્વ ચેમ્પિયન એંઝેલિક કર્બર અને મેડિસન ક્રીઝે પણ મહિલા સિંગલ્સના અંતિમ આઠમાં પ્રવેશ કર્યો છે. ફેડરરે એક સમયે પોતાના ટ્રેનિંગ જોડીદાર રહેલા હંગેરીના માર્ટન ફુસોલિક્સને સીધા સેટોમાં ૬-૪, ૭-૬, ૬-રથી હરાવી ૧૪મી વાર મેલબોર્ન પાર્કમાં અંતિમ આઠમાં પ્રવેશ કર્યો સ્વિટ્‌ઝરલેન્ડનો આ ૩૬ વર્ષીય મહાન ખેલાડી ર૦૧પને છોડીને ર૦૦૪થી દર વર્ષે ઓસી. ઓપનમાં ઓછામાં ઓછુ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યો છે. ફેડરર હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે બર્ડીચ સામે ટકરાશે જેણે ઈટાલીના ફાબિયો ફેગનીનીને સીધા સેટોમાં ૬-૧, ૬-૪, ૬-૪થી હરાવ્યો. મહિલા વર્ગમાં એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કર્બરને ચોથા રાઉન્ડમાં ઘણો પરશેવો પાડવો પડ્યો કર્બરે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ જોદાર પુનરાગમન કરી તાઈવાનની સીહ સૂ વેઈને ૪-૬, ૭-પ, ૬-રથી હરાવી ૧૭ વર્ષીય કીઝે એકતરફી મુકાબલામાં ફક્ત ૬૮ મિનિટમાં કાન્સની આઠમા ક્રમાંકની કૈરોલિન ગાર્સિયાને ૬-૩, ૬-૩થી પરાજય આપ્યો. ભારતના રોહન બોપન્ના અને દિવિઝ શરણને પોતપોતાના જોડીદાર સાથે પુરૂષ ડબલ્સ વર્ગમાં પરાજયનો સામનો કરવો પડ્યો.