(એજન્સી) તા.૧૮
ફેસબૂકની જાહેરાત નીતિઓએ ભારતીય જનતા પાર્ટીને ભારતીય ચૂંટણીઓમાં અન્ય રાજકીય પ્રતિસ્પર્ધીઓ પર
‘અયોગ્ય લાભ’ આપ્યો છે, એવું અલ જઝીરામાં પ્રકાશિત થયેલા અહેવાલોની શ્રેણી દર્શાવે છે. આ શ્રેણી ધ રિપોર્ટર્સ
કલેક્ટિવ અને એડ વોચ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. આ અહેવાલો જે અલ જઝીરા દ્વારા પ્રકાશિત કરવામાં
આવ્યા હતા, તેમાં ફેબ્રુઆરી ૨૦૧૯ અને નવેમ્બર ૨૦૨૦ વચ્ચે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલી ૫
લાખ રાજકીય જાહેરાતોની તપાસ કરવામાં આવી હતી. આ ૨૨ મહિનામાં ૨૦૧૯ સામાન્ય ચૂંટણીઓ અને નવ
રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. રિપોર્ટર્સ કલેક્ટિવ, સોશિયલ મીડિયા ‘ટ્ઠઙ્ઘ.ુટ્ઠંષ્ઠર’ પર રાજકીય

જાહેરાતો પર સંશોધન પ્રોજેક્ટ સાથે આ ચાર ભાગની શ્રેણીમાં રાજકીય જાહેરાતો પર રૂા.૫ લાખથી વધુ ખર્ચ
કરનારા જાહેરાતકર્તાઓનું વિશ્લેષણ કર્યું હતું, તે પછી એવા સામૂહિક નિષ્કર્ષ પર આવ્યું કે ફેસબૂકના જાહેરાત
પ્લેટફોર્મ ભારતમાં ‘વ્યવસ્થિત રીતે રાજકીય સ્પર્ધાને ઓછી કરે છે,’ જે ભાજપને તેના સ્પર્ધકો પર ‘અયોગ્ય લાભ’
આપે છે.
સોમવારે પ્રકાશિત થયેલા તેના અહેવાલમાં રિપોર્ટર્સ કલેક્ટિવમાં રિલાયન્સ દ્વારા ભંડોળ પૂરૂં પાડવામાં આવતી
રાજકીય જાહેરાતોએ ભાજપની ચૂંટણી ઝુંબેશને કેવી રીતે વેગ આપ્યો તેની વિગતો આપી હતી. આ રિપોર્ટમાં
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની જિયો પ્લેટફોર્મ્સની પેટાકંપની ન્યુ ઇમર્જિંગ વર્લ્ડ ઓફ જર્નાલિઝમ લિમિટેડ
દ્વારા બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પોસ્ટ કરવામાં આવેલી બે જાહેરાતોને
ટાંકવામાં આવી છે. ઠાકુરના કેસમાં જણાવ્યું હતું કે, આ જાહેરાત નકલી હેડલાઇન સાથે આપવામાં આવી હતી,
જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માલેગાંવ વિસ્ફોટના કેસમાં ભાજપના સાંસદને આતંકવાદના આરોપોમાંથી
મુક્ત કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના કિસ્સામાં, આ જાહેરાતમાં કોંગ્રેસના નેતાને જૈશ-એ-મોહમ્મદના
સ્થાપક મસૂદ અઝહરને ‘જી’ના માનનીય પ્રત્યય સાથે બોલાવતા દર્શાવવામાં આવ્યા છે. આ અહેવાલમાં
જણાવવામાં આવ્યું છે કે, જ્યારે ભગવા પાર્ટીએ ૧૯૯૦ના દાયકામાં અઝહરને જેલમાંથી મુક્ત કર્યો ત્યારે ભાજપ
પર ‘આતંકવાદ પ્રત્યે નરમ’ હોવાનો આરોપ મૂકતા ગાંધીએ વ્યંગાત્મક રીતે આ પ્રત્યયનો ઉપયોગ કર્યો હતો.
બંને જાહેરાતો ૨૦૧૯ની સામાન્ય સભાની ચૂંટણી પહેલા આવી હતી. બીજા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો
હતો કે ફેસબૂકે મોટી સંખ્યામાં ‘ભૂતિયા અને સરોગેટ એડવર્ટાઇઝર્સ’ને ભારતમાં ભાજપની ચૂંટણી ઝુંબેશને ગુપ્ત
રીતે ભંડોળ પૂરૂં પાડવા અને તેના ચૂંટણી ઝુંબેશમાં પક્ષની દૃશ્યતા વધારવામાં મદદ કરી હતી, તે દર્શાવે છે કે,
ભાજપ દ્વારા મૂકવામાં આવેલી રાજકીય જાહેરાતોને સરોગેટ અને ઘોસ્ટ એડવર્ટાઇઝર્સની જાહેરાતોને લગભગ
સમાન સંખ્યામાં વ્યુઝ મળ્યા હતા. અહેવાલ દર્શાવે છે કે, જ્યારે ભાજપના સરોગેટ અને ઘોસ્ટ એડવર્ટાઇઝર્સની
સંખ્યા ઓછામાં ઓછી ૨૩ હતી, જેમણે ૩૪,૮૮૪ જાહેરાતો મૂકી હતી, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે એવા પક્ષો હતા
જેમણે ૭.૩૮ કરોડથી વધુ વ્યૂઝ સાથે ૩૧૩૦ જાહેરાતો મૂકી હતી.
આ રિપોર્ટમાં ૨૦૧૯ની ચૂંટણી પહેલા પ્રોક્સી પ્રચારકો પર ફેસબૂકના ક્રેકડાઉન માટે કોંગ્રેસની સરોગેટ અને ઘોસ્ટ
એડવર્ટાઇઝર્સની ઓછી સંખ્યાને આભારી છે. જ્યારે ફેસબૂકે કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ પેજ અને એકાઉન્ટ્‌સ
હટાવ્યા હતા, જ્યારે તેણે બીજેપીના માત્ર એક પેજ અને ૧૪ એકાઉન્ટ્‌સ હટાવ્યા હતા, તે એ પણ નિર્દેશ કરે છે કે,
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧(ર) રાજકીય પક્ષ અથવા તેના ઉમેદવાર માટે સરોગેટ અથવા ભૂતિયા
જાહેરાત કરનારાઓને અટકાવે છે. જો કે, આ નિયમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ કરવામાં આવ્યો નથી.
ત્રીજો અહેવાલ દર્શાવે છે કે, ફેસબૂકના અલ્ગોરિધમ દ્વારા ભાજપને ૧૦માંથી ૯ ચૂંટણીઓમાં કોંગ્રેસની

સરખામણીમાં સસ્તી જાહેરાત ડીલ આપવામાં આવી છે તે દર્શાવે છે કે, ફેસબૂકે ભાજપ, તેના ઉમેદવારો અને
સંલગ્ન સંસ્થાઓ પાસેથી સરેરાશ ૧૦ લાખ વખત જાહેરાત બતાવવા માટે ૪૧,૮૪૪ રૂપિયા વસૂલ્યા હતા. જો કે,
કંપનીએ કૉંગ્રેસ પાસેથી ૫૩,૭૭૬ રૂપિયા વસૂલ્યા હતા જે લગભગ ૨૯% વધુ છે. આ સાનુકૂળ કિંમતો ભારતમાં
ફેસબૂકના સૌથી મોટા રાજકીય ક્લાયન્ટ ભાજપને ઓછા પૈસામાં વધુ મતદારો સુધી પહોંચવાની તક આપે છે,
અને તેને ચૂંટણી ઝુંબેશમાં આગળ ધપાવે છે.
આ રિપોર્ટ અનુસાર, ફેસબૂકનું અલ્ગોરિધમ જાહેરાતની કિંમત નક્કી કરે છે તે બે માપદંડો પર આધારિત છે. જો કે,
કંપની ચોક્કસ જાહેરાતની કિંમત નક્કી કરવા માટે કરવામાં આવેલી ચોક્કસ ગણતરીને જાહેર કરતી નથી. ચોથી
વાર્તા એ સમજાવે છે કે, કેવી રીતે ભાજપને જાહેરાતો માટે નીચા દરો મળ્યા હતા અને તેમાં દાવો કર્યો છે કે,
ફેસબૂક વિભાજનકારી રાજકારણની તરફેણ કરે છે. આ અહેવાલ કહે છે કે, ફેસબૂકની જાહેરાત નીતિઓ સૂચવે છે કે,
કિંમત નિર્ધારણ અલ્ગોરિધમ એવી જાહેરાતોની તરફેણ કરે છે જે વધુ જોડાણ પેદા કરે તેવી શક્યતા છે. ભાજપ
અને તેના આનુષંગિકો ફેસબૂક પર રાજકીય જાહેરાતના સૌથી મોટા પ્રત્યક્ષ પ્રકાશકો છે જે તેમની દૃશ્યતા અને
જોડાણમાં વધારો કરે છે અને બદલામાં તેમના માટે જાહેરાતો સસ્તી બનાવે છે. આનાથી ચૂંટણી સ્પર્ધાઓમાં
રાજકીય પક્ષો માટે ‘અયોગ્ય અને અસમાન તકો’ મળે છે.
ભૂતપૂર્વ રાજકીય સલાહકાર શિવમ શંકરસિંહે જણાવ્યું હતું કે, આ અલ્ગોરિધમનો ગેમિંગ ઘણીવાર માહિતીપ્રદ
સામગ્રીમાંથી ભાવનાત્મક રીતે નફરતની સામગ્રી તરફ આગળ વધવાનો સમાવેશ કરે છે, આવી સામગ્રી
અલ્ગોરિધમ્સ દ્વારા વિસ્તૃત થાય છે અને તે મતદારોનું ધ્રુવીકરણ કરવા માંગતા રાજકીય પક્ષોને વધુ લાભ પણ
આપે છે.