અંકલેશ્વર, તા.૫
અંકલેશ્વર તાલુકાનાં દીવી ગામે પ્રેસ કલબ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. જેમાં સંચાલક કલ્પેશ પટેલ, ફૈઝાન શેખ, સોયેબ ઝગડિયાવાલા દ્વારા ફૈઝલ પટેલ અને મુમતાઝબેન પટેલને આમંત્રિત કરાયા હતા જેઓ આમંત્રણને માન આપી હાજર રહ્યા હતા.
ક્રિકેટની શરૂઆત મર્હૂમ અહમદ પટેલના માનમાં બે મિનિટનું મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ક્રિકેટરો તથા ક્રિકેટ રશિયાઓને પ્રોત્સાહિત કરવા મર્હૂમ અહમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ તથા સુપુત્રી મુમતાઝબેન પટેલ હાજર રહ્યા હતા. ફૈઝલ પટેલે ક્રિકેટની રમતમાં ભાગ લઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઈસ્માઈલ મતાદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.