(એજન્સી) નવી દિલ્હી , તા.૩
ફૈસલ ખાન નામક એક કાર્યકર દ્વારા દેશમાં કોમી એકતાને સ્થાપિત કરવાના હેતુથી ખુદાઈ ખિદતમગાર નામથી એક સંસ્થા ચલાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ઉત્તરપ્રદેશના મથુરા ખાતેથી ફૈસલ ખાન અને તેમના અન્ય ત્રણ સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અન્યો સામે એવો આરોપ લગાવવવામાં આવ્યો હતો કે, પરવાનગી વિના તેઓેએ નંદ બાબા મંદિરમાં નમાઝ અદા કરી હતી. હાલ ખાન કોમી એકતાની મિસાઈલ કાયમ કરવા દેશભરના પ્રવાસે છે. તેમણે ઘણાં સ્થળોની મુલાકાત લીધી છે. જેમાં મંદિરોનો પણ સમાવેશ થાય છે. આ દરમ્યાન તેઓ ઘણાં લોકોને મળ્યા પણ હતા. આ યાત્રાના છેલ્લા દિવસે તેઓએ નંદ બાબા મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ ગત ૨૮મી ઓકટોબરે આ મંદિરની મુલાકાતે ગયા હતા. આ મુલાકાતના વિડિયોમાં જોવા મળ્યું હતું કે, મંદિર ખાતેના પૂજારી અને અન્ય લોકો દ્વારા તેમના ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યા હતા. એક સારા સંબંધની શરૂઆત માટે તેમને આવકારવામાં આવ્યા હતા. મિત્રતાના લક્ષ્યાંકને હાંસલ કરવા તેમણે હિન્દુબંધુઓ સાથે પણ સંવાદ સ્થાપ્યો હતો. આ વિડિયોના અંતમાં જોવા મળ્યું હતંુંં કે, મંદિરના પૂજારીએ તેમને પ્રસાદ આપ્યો હતો તેમજ તેમને ભોજન માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ વિડિયો બાદ ખાનની અન્ય કેટલીક તસવીરો પણ સામે આવી હતી. જેમાં તેઓ મંદિર પરિસરમાં નમાઝ અદા કરતાં જોવા મળ્યા હતા. દુર્ભાગ્યે વિવાદની શરૂઆત આ તસવીરોના વાયરલ થયા બાદ જ થઈ. ભાઈચારાના હેતુથી કંડારવામાં આવેેલા પૂરા ઘટનાક્રમને નજર લાગી ગઈ. એવા આરોપો લાગ્યા કે, ખાને હિન્દુ મંદિરમાં પરવાનગી વિના નમાઝ અદા કરી. વિડિયોમાં જે પૂૂજારીએ ખાન સાથે વાતો કરી હતી તેમણે જ પાછળથી ખાન સામે ફરિયાદ નોંધાવી હતી.