મેલબોર્ન, તા.૧૨
આગામી ૧૫મી માર્ચની મેલબોર્ન ખાતેની ઑસ્ટ્રેલિયન ગ્રાં પ્રિ નામની ફૉર્મ્યુલા-વન રેસના આયોજન પર કાળા વાદળો છવાઈ રહ્યા છે.
આ રેસની બે ટીમના કુલ ત્રણ સ્ટાફ મેમ્બરોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શંકા છે એટલે તેમને અલાયદા વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. બે સ્ટાફ મેમ્બરો હાસ એફ-વન ટીમના છે, જ્યારે એક સ્ટાફર મૅકલારેન ટીમનો છે. તેમનામાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જણાવાયું હતું.ફૉર્મ્યુલા-વન રેસની બધી જ ટીમો ઑસ્ટ્રેલિયા આવી પહોંચી છે. ફેરારી તથા આલ્ફા તૌરી ટીમ ઇટલીથી આવી છે. ચીનને બાદ કરતાં ઇરાન ઉપરાંત ઇટાલીમાં પણ કોરોનાને લીધે અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે.