(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
કાપોદ્રામાં રહેતા સીક્યુરીટી ગાર્ડે મોબાઈલ ફોન નહી ઉપાડતા ઉશ્કેરાયેલા મિત્રઍ મંદિર પાસે મળવાને બહાને બોલાવી બાઈક પર અપહરણ કરી ખરસદ ગામ તરફ ચાલતા મેટ્રો ટ્રેનના કન્ટ્ર્કશનના સાઈટ પાસે બ્રિજ નીચે લઈ ગયો હતો અને ત્યાં સિક્યુરિટી ગાર્ડને ગાળો આપી તેરે સાથ દોસ્તી ક્યાં હે ઔર દુશ્મની ક્યાં હૈ વો મે તુજે દિખાતા હોવાનું કહી દોરીથી હાથ પગ અને મોઢાનો ભાગ બાંધી ખાડીમાં ધક્કો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા લક્ષ્મણનગરની બાજુમાં દિનદયાળનગર ખાતે રહેતા અને ગણેશ સીક્યુરીટીમાં વોચમેન તરીકે નોકરી કરતા વિપુલ જેશંગભાઈ પરમાર (ઉ.વ.૨૨) ગત તા.૧૩મીના ગુરૂવારના રોજ બપોરે ઘરે હતો. તે વખત બાજી શત્રુંઘન પાત્રા (ઉ.વ.૩૦.રહે, રવિપાર્ક સોસાયટી કાપોદ્રા) અવાર નવાર ફોન કરતો હતો. પરંતુ વિપુલે તેના ફોન ઉપાડ્યા ન હતા. દરમિયાન રાત્રે સાડા આઠેક વાગ્યે ફરીથી ફોન કરતા વિપુલે ફોન ઉપાડતા બાજીઍ તેને તુ મેરા ફોન ક્યુ નહી ઉઠાતા તેમ કહી ગાળો આપી તુમ સાંઈબાબા કે મંદિર પાસ આજા તેમ કહી બોલાવ્યો હતો. જેથી વિપુલ તેને મળવા માટે મંદિર પાસે ગયો હતો. મેં તુજે મરઘાકેન્દ્ર લે જાતા હુ તેમ કહી બાઈક પર બેસાડી સાગર રોડ પર આવેલ બી.ઍસ.ઍન.ઍલ ઓફિસ પાસે લઈ ગયો હતો. વિપુલનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢી લઈ કોઈને ફોન કર્યા બાદ મોબાઈલ પોતાની પાસે રાખી વિપુલને તેરા ફોન ચાહીઍ તો મેરી ગાડી પે બેઠ જા હમ તાપી નદી કે કિનારે ઘુમ કે આતે હે તેમ કહી જબરદસ્તી ગાડી પર બેસાડી કાપોદ્રા રોડ પરથી ખરસદ ગામ તરફ લઈ જઈ મેટ્રો ટેનનું કન્ટ્્કશનનું કામ ચાલતુ ત્યાં બ્રીજ નીચે ગાડી પરથી નીચે ઉતારી ગાળો આપવા લાગ્યો હતો અને તેરે સાથે દોસ્તી ક્યાં હૈ ઔર દુશ્મની ક્યાં હૈ વો મેં તુજે દિખાતા હું તેવું ગુસ્સામાં આવીને ગાડીમાંથી દોરી કાઢી હાથ પગ અને મોઢા પર દોરીથી બાંધી ધક્કો મારી નીચે પાડી દીધો હતો તેમજ મોઢામાં ત્રણ પાટા માર્યા હતા ત્યારબાદ કહ્યું હતું કે મેહી તુજે બચા શકતા હું ઔર મેહી તુજે માર શકતા હું તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી ખાડીમાં ફેકી દીધો હતો. વિપુલ પોતાની જાતે ખાડીમાંથી બહાર આવી ઍક રાહદારીના મોબાઈલ પરથી તેના ભાઈ દીલીપને ફોન કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિપુલને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવ અંગે પોલીસે વિપુલની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
Recent Comments