બિલાલ લોન અને મીરવાઈઝ ઉમર ફારૂક જેવા અલગતાવાદીઓ ઉપરાંત જાસૂસીના સંભવિત લક્ષ્યોની યાદીમાં સરકારની નીતિઓની ટીકા કરનારા દિલ્હીના એક મુખ્ય કાર્યકર, પત્રકાર અને મુખ્યધારાના કેટલાક પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે
(એજન્સી) તા.૨૫
ધ વાયર દ્વારા તપાસવામાં આવેલા લીક્ડ થયેલા રેકોર્ડ અનુસાર ઇઝરાયેલી કંપની એનએસઓ ગ્રુપની ક્લાયન્ટ એવી એક અજાણી સરકારી એજન્સી દ્વારા દિલ્હીના કાશ્મીરી પત્રકારો અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેની સત્તાવાર નીતિની આલોચના કરનારા એક મુખ્ય સિવિલ સોસાયટીના કાર્યકર ઉપરાંત કાશ્મીર ખીણના ૨૫થી વધું લોકોની ૨૦૧૭થી ૨૦૧૯ વચ્ચે જાસૂસીના સંભવિત લક્ષ્ય તરીકે પસંદગી થઇ હતી. ફ્રાંસની મીડિયા નોન-પ્રોફિટ ફરબીડન સ્ટોરીઝ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા એક્સેસ કરવામાં આવેલ ૫૦૦૦૦ ફોન નંબરોનો એક નાના ભાગનો પેગાસસ પ્રોજેક્ટ હેઠળ કામ કરી રહેલ ધ વાયર અને કેટલાય આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનો દ્વારા ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી હતી જેમાં ૩૭ ફોનમાં આ ઘાતક સ્પાયવેરના નિશાન મળ્યાં હતાં. આ સંભવિત જાસૂસીની જાળમાં મુખ્ય અલગતાવાદી નેતાઓ, રાજનીતિજ્ઞો, માનવ અધિકાર કાર્યકરો, પત્રકારો અને કાશ્મીરના વ્યવસાયીઓના નંબર સામેલ છે. તેમાં ધ વાયર બે ફોન પર ફોરેન્સિક તપાસ કરવામાં સફળ રહ્યું જેમાં પ્રથમ ફોન અલગાવવાદી નેતા બિલાલ લોનનો હતો અને બીજો ફોન દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક દિવંગત એસએઆર ગિલાનીનો હતો. ગિલાનીનું ૨૦૧૮માં અવસાન થયું હતું. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની સિક્યોરીટી લેબે લોનના ફોનનું ફોરેન્સિક વિશ્લેષણ કર્યુ છે. આ વિશ્લેષણમાં પેગાસસ દ્વારા નિશાન બનાવ્યાંંના સંકેત મળ્યાં છે. જો કે ઇઝરાયેલી કંપનીએ પેગાસસ પ્રોજેક્ટ દ્વારા એક્સેસ કરવામાં આવેલ રેકોર્ડની જાસૂસી સાથે કોઇ નિસ્બત હોવાનો ઇન્કાર કર્યો છે. ગિલાનીના ફોનમાં સ્પાયવેર નાખવા માટે ઓછામાં ઓછા એક વાર ઝીરો ક્લીક મેસેજ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લિંક થયેલા ડેટા બેઝમાં અન્ય લોકોમાં પીડીપીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી પરિવારના ઓછામાં ઓછા બે સભ્યો સામેલ હતાં. આમ ફોરેન્સિક તપાસ પરથી ખબર પડી છે કે કાશ્મીરના ફોન નંબરોની પણ જાસીસી કરવાની કોશિસ થઇ હતી.બિલાલ લોન અને મીરવાઈઝ ઉમર ફારૂક જેવા અલગતાવાદીઓ ઉપરાંત જાસૂસીના સંભવિત લક્ષ્યોની યાદીમાં સરકારની નીતિઓની ટીકા કરનારા દિલ્હીના એક મુખ્ય કાર્યકર, પત્રકાર અને મુખ્યધારાના કેટલાક પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
Recent Comments