કોડીનાર,તા.૩૦
કોડીનાર-ઉના હાઈવે ઉપર ફોર વ્હીલે મોટર સાઈકલને અડફેટે લેતા મોટર સાઈકલ ટ્રક સાથે અથડાતા મોટર સાઈકલ ચાલકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક શખ્સને ઈજા પહોંચી છે. આ અંગેની વિગત મુજબ ઉના તાલુકાના મોટાડેસર ગામનો યુવાન મુકેશભાઈ ડાયાભાઈ પરમાર અને તેનો મિત્ર ધીરેન મોટરસાઈકલ લઈને કામ અર્થે ફાફણી ગયા હોય પરત ફરતી વખતે ડોળાસા નજીક સામેથી આવતી ફોરવ્હીલ નંબર જીજે ૦૧ આરએ ર૮૬૮ના ચાલકે મુકેશભાઈની મોટરસાઈકલને અડફેટે લેતા રોડ સાઈડ ઉપર રહેલ ટ્રક નંબર જીજે ૦૧ જે ૯૬૯૪માં ભટકાતા મુકેશભાઈને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન મુકેશભાઈનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઈની પાછળ બેસેલ ધીરેનભાઈને પણ ગંભીર ઈજા થતાં જૂનાગઢ સારવારમાં ખસેડેલ છે. આ અકસ્માત અંગે મૃતકના ભાઈ રમેશભાઈ ડાયાભાઈ પરમારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.