(એજન્સી) અંકારા, તા.૭
તુર્કીના રાષ્ટ્રપતિએ શનિવારે ફ્રાન્સની સંસદ દ્વારા ઉત્તરીય કારાબાખ માટે પસાર કરાયેલ ઠરાવને ‘સંપૂર્ણ આપત્તિ’ તરીકે જણાવ્યું હતું. ફ્રાન્સની સંસદે મિન્સ્ક ગ્રુપ સાથે એક દિવસ પહેલાં નિર્ણય કર્યો હતો, જે આ કૌભાંડ પાછળની એક સંપૂર્ણ આપત્તિ છે, “એર્દોગને પૂર્વ તુર્કીમાં બનાવાયેલ જાહેરમાર્ગના લોકાર્પણ સમયે કહ્યું હતું. નાગોરનો-કારાબાખને એક સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર કરતો કથિત ઠરાવ ફ્રાન્સ દ્વારા કરવામાં આવ્યો હતો. એર્દોગને નોંધ્યું કે, અઝરબૈજાને કોઈની ઉપર અથવા કોઈ જમીન પર હુમલો નથી કર્યો અને એમણે માત્ર પોતાની જમીનને મુક્ત કરી છે, જે આમેનિયાએ છેલ્લા ૩૦ વર્ષોથી યુએન અને ઓએસસીઈના ઠરાવો છતાંય કબજે કરી રાખી હતી. અઝરબૈજાને કાયદાના દાયરામાં રહીને બધું કર્યું છે, એમણે આર્મેનિયાની જેમ નાગરિકો અથવા નાગરિકી વસાહતો ઉપર હુમલાઓ નથી કર્યા. ફ્રાન્સના ઠરાવનો ઉલ્લેખ કરતા એમણે કહ્યું કે, કોઈપણ રાજ્યના સ્વાયતતાના અધિકારો ઉપર કરાયેલ હુમલો અસ્વીકાર્ય છે. અમને આશા છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય ફ્રાન્સ દ્વારા શરૂ કરાયેલ આ પગલાઓનો વિરોધ કરશે, જે ખૂબ જોખમી છે અને બધા રાજ્યોને ધમકીઓ આપનાર છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ચેતવણી પણ આપી અને કહ્યું, યુરોપ આ વિકૃતિના લીધે વધુ નુકસાન સહન કરશે. કારણ કે, તે તેની અત્યારની રાજકીય એકતાને “ખૂબ જ લોહિયાળ અને સંઘર્ષનો અંધકારમય સમય” આપે છે.