જૂનાગઢ, તા.પ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ઈસ્લામ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા મુસ્લિમ વિશ્વજગતમાં ઘેરા પડઘા પડ્યા છે. અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિશ્વની શાંતિમાં પલીતો ચાંપવાનું હીન કૃત્ય કરી. વિશ્વના મુસ્લિમ સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરતા રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિની ટિપ્પણી સામે સમગ્ર ભારતના મુસ્લિમોમાં રોષનો લાવા પ્રસરી ઊઠ્યો છે અને વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્રો પાઠવાઈ રહ્યા છે. જેમાં રાજ્યના જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા ભારતના રાષ્ટ્રપતિ તેમજ નવી દિલ્હી સ્થિત ફ્રાન્સની એમ્બેસીને ઉદ્દેશીને એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવી ભારત સરકાર ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઈસ્લામોફોબિયા વર્તનથી દૂર રહી અને તમામ આયાત-નિકાસના સંબંધો દૂર કરી નાખવા જણાવ્યું છે. નહીં તો મુસ્લિમ સમાજ ફ્રાન્સ એમ્બેસી સામે જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી છે.