(સંવાદદાતા દ્વારા)
વેરાવળ, તા.૬
વેરાવળ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી અ.મજીદ દિવાન, ઉપપ્રમુખ અ.ગની ગોરી, અલીમહમદ ખત્રી, હનીફભાઈ જીવા, મહમ્મદ હુસેન મુગલ, હાજી ગફરખાન સહિતના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રપતિને પહોંચતુ કરવા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર મહંમદ (સ.અ.વ.) સાહેબના કાર્ટૂનને સમર્થન આપી ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈસ્લામ ધર્મમાં માનનારા દુનિયાભરના લોકોના દિલને ઠેસ પહોંચાડેલ છે. ફ્રાન્સ દેશના સર્વોચ્ચ પદ પર બેસનાર આવી માનસિકતા રાખતો હોય તો તે દુનિયા માટે ચિંતાજનક બાબત છે અને અનુયાયીઓ દ્વારા વિરૂદ્ધ કરેલ છે.
આ તકે અફઝલ પંજાએ જણાવેલ કે, આ અંધકારમય દુનિયાને ઈસ્લામના મહાન પયગમ્બર (સ.અ.વ) સાહેબે સમગ્ર દુનિયાને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપી સમગ્ર દુનિયા માટે શાંતિના પ્રતિક બનેલ છે. ત્યારે ફ્રાન્સની દરેક વસ્તુનો બહિષ્કાર કરવા અનુરોધ કરેલ છે.