(એજન્સી) અલ અરેબિયા,તા.૩
ફ્રાંસના વિદેશ મંત્રાલયે પોતાની પુનઃ ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકા અને ઈરાને પરમાણુ સમજૂતીમાં ફરીથી જોડાવવું જોઈએ અને જણાવ્યું કે હૌથીઓ દ્વારા યમનમાં સઉદી આરબ પર કરાયેલ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે.
સઉદી ન્યુઝ અલ-અરેબિયા મુજબ, ફ્રાંસના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘‘અમે અમેરિકા અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યા છીએ કારણ કે એમાં આ ક્ષેત્રની સુરક્ષા બાબત જોખમ છે. ઈરાને અમારી દૂર રહેવાની વિનંતીને સમર્થન આપ્યું છે અને કોઈએ પણ તાત્કાલિક બદલો લેવા માટે કહ્યું નથી.” પ્રવક્તાએ ઈરાન-અમેરિકાના પરમાણુ સમજૂતીમાં પાછા જોડાવવાની શક્યતા બાબત કહ્યું કે, વિયેના સમજૂતી અનિવાર્ય છે જેથી ઈરાન ક્યારે પણ પરમાણુ શસ્ત્રો મેળવી શકશે નહીં. એમણે કહ્યું કે અમારા મંત્રાલયનું મંતવ્ય છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અટકાવવા આ સમજૂતીના વ્યાપને વધારવાની જરૂર છે. મંત્રાલયે ઈરાન સમર્થિત હૌથી ગ્રુપ દ્વારા યમનમાં સઉદી અરેબિયા પર કરાયેલ હુમલાને વખોડી કાઢતા કહ્યું કે આ હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે. સઉદી અરબે ૨૦૧૫ના વર્ષથી યમનમાં હૌથીઓ સામે યુદ્ધ શરૂ કર્યું છે એ પછીથી હૌથીઓ સઉદી પાસે આવેલ અનેક તેલ ક્ષેત્રો અને નાગરિક વિસ્તારોમાં હુમલાઓ કર્યા છે. એમણે થોડા સમય પહેલા જેદ્દાહ પાસે આવેલ એમના તેલ ક્ષેત્ર ઉપર હુમલો કર્યો હતો. ફ્રાન્સે હૌથીઓના સઉદી ઉપર વારંવાર કરાયેલ હુમલાઓને વખોડી કાઢ્યું હતું. ફ્રાંસ સઉદી અરામ્કો ઉપર કરાયેલ હુમલા માટે ઈરાનને દોષિત ગણાવનાર અન્ય દેશોમાંથી એક દેશ છે. જે હુમલો ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કરાયો હતો. એમણે પોતાના નિષ્ણાંતોને હુમલાની તપસ કરવા મોકલ્યા હતા.
Recent Comments