(એજન્સી) તા.૪
ફ્રાન્સમાં જારી ઈસ્લામોફોબિયાની વર્તમાન ઘટનામાં આ દેશના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે ફ્રાન્સના સુરક્ષા દળ, તેમના શબ્દોમાં અલગતાવાદી વિચારધારાની વિરૂદ્ધ અભૂતપૂર્વ અભિયાન ચલાવશે જેમાં ૭૬ મસ્જિદો તપાસ પણ સામેલ છે. જ્યારે મસ્જિદોમાં નમાઝ પઢાવનારાઓ માટે કાયદો પોતાના અંતિમ તબક્કામાં છે. લી ફીગારોએ જણાવ્યું છે કે ૭૬ મસ્જિદોની વિશેષ રીતે તપાસ કરવામાં આવશે જેના વિશે સરકારને શંકા છે કે ત્યાં અલગતાવાદી ગતિવિધિઓ થાય છે. પેરિસની ૧૬ અને અન્ય વિસ્તારોની ૬૦ મસ્જિદોની ગંભીર તપાસ કરવામાં આવશે. જેમાંથી ર૮ની વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને જલ્દી બંધ પણ કરી શકાય છે. સરકારની ઈસ્લામ વિરોધી કાર્યવાહીઓની વચ્ચે ફ્રાન્સમાં વિવિધ મુસ્લિમ સંગઠનોના ગૃહમંત્રાલયની દેખરેખમાં ગુરૂવારે દેશવ્યાપી બેઠક થઈ રહી છે. જેથી મસ્જિદોના ઈમામો માટે નવા કાયદાને લાગુ કરતા પહેલા તેની પર ચર્ચા કરી શકાય. આ દસ્તાવેજને લાગુ કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને આ દેશના મુસ્લિમ સંગઠનોને બે અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં રહેતા મુસ્લિમોને આ દેશના પ્રજાતાંત્રિક મૂલ્યોનો સ્વીકાર કરવો પડશે અને આ માનવું પડશે કે ઈસ્લામ ધર્મ છે, રાજનૈતિક આંદોલન નથી. અમે કોઈ અન્ય દેશ સાથે દરેક પ્રકારનો સંબંધ સમાપ્ત કરવો પડશે.