(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૫
ખાંભાની મેઈન બજારમાં બપોરના સમયે એક ઓવરસ્પીડમાં આવતા ટ્રકચાલકે પોતાના ટ્રક ઉપરનું કાબૂ ગુમાવતા ટ્રકચાલકે એક ફ્રૂટની લારીને અડફેટે લઇ લારીધારકનું મોત નિપજાવી, લારીને અડફેટે લીધા બાદ ટ્રક એક દુકાનમાં ઘૂસી ગયેલ હતો થોડી વાર માટે મેઈન બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. ખાંભામાં ચલાલા તરફથી આવતા ટ્રકના ચાલકે પોતાના ટ્રક ઉપરનો કાબૂ ગુમાવી દેતા ખાંભાની મેઈન બજારમાં ધસી આવી લાઇબ્રેરી પાસે એક ફ્રૂટની લારી ભરીને ઉભેલ લારીવાળાને ઉડાડી આગળ જતા એક દુકાનમાં ઘૂસાડી દીધેલ હતો અકસ્માત કરી ટ્રક ડ્રાઇવર અને ક્લિનર નાસી છૂટ્યા હતા. બે કાબૂ ટ્રકના કારણે મેન બજારમાં થોડીવાર અફડાતફડી મચી હતી. આસપાસની દુકાનો અને લારીમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માતના કારણે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને ખસેડ્યા હતા, ત્યારે આ ઘટનામાં બેને ગંભીર ઇજા થતાં સારવાર અર્થ ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યારે ફ્રૂટની લારીમાં ફ્રૂટનો વેપાર કરતો પ્રવીણભાઈ મગનભાઈ (ઉ.વ.૨૭) સારવારમાં લઇ જતા વેળા મોત નીપજ્યું હતું. ફ્રૂટની લારીવાળાનાં મોતથી સમાજમાં રોષ ફેલાયો હતો, ત્યારે પોલીસે ટ્રકના ક્લિનરની ધરપકડ કરી હતી. પ્રાથિમક તપાસમાં ટ્રકની બ્રેઈક ફેઈલ થઈ જવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ ખાંભા પોલીસ દ્વારા હાથ ધરી છે.