(એજન્સી) લખનૌ, તા.ર
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, સ્વાઈન ફ્લૂએ રોગ નથી. તેમણે લોકોને તેના ભયથી નહીં કરવા જણાવ્યું છે. વાતાવરણમાં બદલાવ આવતાં આ પ્રકારની બીમારી થાય છે. મુખ્યમંત્રી આરોગ્ય મેળાનું ઉદ્દઘાટન કરતાં યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ફ્લૂ એ કોઈ રોગ નથી જ્યારે મોસમ બદલાય છે. કેટલાક લોકોને તાવ આવે છે. તેને સ્વાઈન ફ્લૂ નામ અપાયું છે. આરોગ્ય મેળામાં બાળકોને મોટાપાયે રસીકરણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ફલૂ સામે જાગૃત્તિ એ જ સૌથી મોટો ઉકેલ છે. તે માટે ગભરાવા વગર પદ્ધતિસર યોજનાબદ્ધરીતે કામ કરવું જોઈએ. લોકોએ રોગ પ્રત્યે જાગૃત્તિ કેળવવી જોઈએ. તેમજ તંત્રએ તે માટે પ્રયાસ કરવા જોઈએ. સ્વાસ્થ્ય વિભાગ તે માટે ઉકેલ સૂચવે. તે ફેલાવતો પણ ગભરાવવાની જરૂર નથી. યુનિસેફના રસીકરણના અભિયાનના ભાગરૂપે સમગ્ર તંત્રએ ગયા વર્ષે ઘર-ઘર જઈ રસી આપવાની કામગીરી કરી હતી. ભારતમાં અને ખાસ કરીને યુપીમાં સ્વાઈન ફ્લૂના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક ૯ થયો છે. માત્ર મેરઠમાં જ છ લોકોના સ્વાઈન ફ્લૂથી મોત થયા છે. છેલ્લા ૪૮ કલાકમાં ૧૭ જેટલા જવાનો સ્વાઈન ફ્લૂની અસર હેઠળ આવી ગયા છે.