અમદાવાદ, તા.૧૩
ગાંધીનગર પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ હાર્દિકે જણાવ્યું હતું કે, બંધારણમાં કયાંય લખ્યું નથી કે પ૦ ટકાથી વધુ અનામત ના મળે.
પાસની બેઠક પહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની ફોર્મ્યુલા સારી છે. જે મુદ્દે મંથન કરવામાં આવશે. બેઠક બાદ તેણે જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસી સમકક્ષ અનામત આપવામાં આવે તો આંદોલન સમેટાઈ જશે. બંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને અનામત મળી શકે છે. સમાજનું હિત જેની સાથે સચવાશે તેમની સાથે પાટીદારો રહેશે. બંધારણમાં કયાંય લખ્યું નથી કે, પ૦ ટકાથી વધુ અનામત ના મળે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.