(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીના અપહરણ કરી ગોંધી રાખવાનો મામલે બંન્ને સંચાલિકા પ્રાણ પ્રિય અને પ્રિય તત્ત્વ દ્વારા કરવામાં આવેલી જામીનની શરતોમાં વચગાળાની રાહત અરજી પર કોર્ટે મંજૂર કરી છે. ૩ માસ માટે કર્ણાટક જવા શરતી મંજૂરી આપી છે. મહિને એકવાર અમદાવાદમાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા ની શરતે વચગાળાની રાહાત મંજૂર કરી છે. અગાઉ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સાધિકાઓના ૨૫-૨૫ હજારના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે શરતોના આધારે જામીન મંજૂર કર્યા હતા. જેમાં સાધ્વીઓ અમદાવાદ જિલ્લાની હદ બહાર જઇ શકશે નહીં, પાસપોર્ટ જમા કરાવવાના રહેશે અને દર મહિને ફરજિયાત હાજરી પુરાવાની રહેશે ઉલેખનીય છે કે, અગાઉ સાધિકાઓની રેગ્યુલર જામીન અરજી નીચલી કોર્ટે ફગાવતા બન્ને સાધિકાઓએ હાઇકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી, જે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતાં પરત ખેચવામાં આવી હતી. વિવાદિત નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીઓ ગૂમ થવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. બન્ને સાધિકાઓની રેગ્યુલર જામીન અરજી નીચલી કોર્ટે ફગાવતા બન્ને સાધિકાઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં યુવતીઓના પિતા જનાર્દન શર્માએ પક્ષકાર તરીકે જોડાઈ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આરોપી સાધિકા પ્રાણ પ્રિયા અને પ્રિયાતત્વએ હાઇકોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી પરત ખેંચી હતી. આ કેસમાં નીચલી કોર્ટમાં ચાર્જશીટ થઈ ગઇ હોવાથી નવી જામીન અરજી ૧૦ દિવસમાં નીચલી કોર્ટમાં દાખલ કરી હતી. નિત્યાનંદ અને તેની બે સાધિકા સામે ચાર્જશીટ દાખલ થઈ હતી, લાલ શાહીથી ઢોંગી બાબાને વોન્ટેડ જાહેર કરાયો છે. સ્વામી નિત્યાનંદ વિરૂદ્ધ નંદિતા અને લોપામુદ્રાના અપહરણના મામલામાં પોલીસે ૮૩ પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ છે. આ ચાર્જશીટમાં ૫૦ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. નિત્યાનંદ આશ્રમમાં માતા-પિતાની મરજી વિરૂદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ૮૩ પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે. સ્વામી નિત્યાનંદ વિરૂદ્ધ નંદિતા અને લોપામુદ્રાના અપહરણના મામલામાં પોલીસે ૮૩ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ૫૦ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. નિત્યાનંદ આશ્રમ માં માતાપિતાની મરજી વિરૂદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ૮૩ પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે. સોશિયલ મીડિયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરી, અલગ-અલગ કાર્યક્રમો થયા, તે બાબતોનો પોલીસે ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે, તેમજ પોલીસે ડોનેશનમાં મળેલાં ? ૯.૬૪ લાખ કબજે કરી પુરાવા તરીકે લેવાયા છે. બાળ મજૂરીને પણ ચાર્જશીટમાં પુરાવા તરીકે લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદપોલીસે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરી હતી, તેમજ પોલીસે આશ્રમમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી હતી, તો બીજી તરફ આ વિવાદ સામે આવતા ડીપીએસ સ્કૂલનો વિવાદ પણ સામે આવ્યો હતો. જેના બાદ આશ્રમના સાધકોને તાત્કાલિક આશ્રમ ખાલી કરવાની ફરજ પડી હતી.