(એજન્સી) તા.૧
સમાચાર મુજબ ઈરાકના સુરક્ષા સૂત્રોએ બગદાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે કેટ્યૂશા મિસાઈલ પાડવાની સૂચના આપી છે. ઈરાકના સુરક્ષા કેન્દ્ર તરફથી જારી થનારા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બે મિસાઈલ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે પડ્યા. નિવેદનમાં અત્યાર સુધી આ બતાવવામાં આવ્યું નથી કે, આ હુમલાથી કેટલું માલી નુકસાન થયું છે, જ્યારે આ જણાવવામાં આવ્યું છે કે, હુમલાથી કોઈ જાનહાની થઈ નથી.