(એજન્સી) તા.ર૯
ઈરાકી સુરક્ષા મંત્રાલયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોમવારે બગદાદ એરપોર્ટ પાસે એક રોકેટ હુમલામાં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચ નાગરિકોનાં મોત થયા છે. મંત્રાલયના સંયુક્ત સંચાલન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે કાયુષા રોકેટ રાડવાનિયા વિસ્તારમાં એક ઘર પર પડ્યા. હુમલામાં અન્ય બે બાળકો ઘાયલ થયા, મંત્રાલયે જણાવ્યું કે બગદાદમાં જીહાદ પાડોશથી રોકેટ લોન્ચ કર્યા હતા. મિલિટન્ટ સમૂહ સામાન્ય રીતે ઈરાકી સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકન દૂતાવાસની શરણ લેતા રહ્યા છે, જ્યાં કેટલાક વિદેશી દૂતાવાસ પણ છે.