અમરેલી, તા.૧
બગસરાના કાગદડી ગામે રહેતા શખ્સ બગસરા ખાતે કોર્ટ મુદતમાં જતા પત્નીને બહાર ઊભી રાખી બાઇકમાં થેલીમાં ૧ લાખ ટીંગાડેલ હતા તે કોઈ ત્રણ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી લઇ જતા બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાયેલ હતી.
બગસરના કાગદડી ગામે રહેતા રમેશભાઈ ખીમાભાઇ સરવૈયા (ઉ.વ.૫૦) ના ગઈકાલ તા.૩૧/૧૨ ના રોજ બગસરા ખાતે તેમને તારીખ હોવાથી કોર્ટમાં ગયેલ હતા સાથે તેમના પત્ની પણ ગયેલ હોઈ અને ચલાલા ગામના બાબુભાઇ ખોડાભાઈ ગેડિયા પાસેથી બે વર્ષ પહેલા ૧ લાખ ઉછીના લીધેલ હતા જે પરત દેવાના હોવાથી કોર્ટ બહાર રમેશભાઈના પત્નીને બહાર ૧ લાખ રૂપિયા સાથે ઊભા રાખ્યા હતા અને બાઇકના હેન્ડલમાં ૧ લાખની થેલી ટીંગાડેલ હતી. જેથી રમેશભાઈના પત્નીની નજર ચૂકવી કોઈ બેથી ત્રણ અજાણ્યા શખ્સો બાઈકમાંથી ૧ લાખ રૂપિયાની થેલીની ઉઠાંતરી કરી ગયા હતા. બનાવ અંગે બગસરા પોલીસમાં રમેશભાઈ સરવૈયાએ બેથી ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવેલ હતી.