(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧પ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા હાઈવે પર ટ્રક અને XUV કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈસમોને ગંભીર ઈજા પહોંચતા તેમને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જિલ્લાના રસ્તાઓ પર રોજ બરોજ અનેક અકસ્માત સર્જાયા કરે છે અને અનેક જિંદગીઓ મોતના મોઢામાં હોમાય છે. ત્યારે ગઈ કાલે સાંજના સમયે લીંબડી રાજકોટ હાઇવે બગોદરા પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે. જ્યારે બેની હાલત અત્યંત ગંભીર છે.
જ્યારે લીંબડી-રાજકોટ હાઇવે બગોદરા નજીક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ૨ને સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં ટ્રક અને એક્સયુવી કાર સામ-સામે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક જિંદગી હોમાઈ છે. હવે જિલ્લાના હાઇવે ગોઝારા બન્યા છે. મૃતકનું નામ વિનોદભાઈ હોવાનું સામે આવ્યું છે. બંને ઇજાગ્રસ્તોના નામ હિરેનભાઈ અને સુરેશગિરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.ત્યારે અકસ્માતના કારણે લીબડી બગોદરા હાઇવે પર ૧૦ કિ.મી. ટ્રાફિક જામ થયો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.