(એજન્સી) અલીગઢ, તા.૯
અલીગઢમાં ઢોરોના મૃતદેહ મળ્યા બાદ થયેલ હોબાળામાં બજરંગ દળના કાર્યકર્તાઓએ એક પોલીસ ઈન્સ્પેક્ટરને ઢોરમાર માર્યો હતો. ઈન્સ્પેક્ટર લોકોથી બચાવવા માટેની વિનંતી કરી રહ્યો હતો. પણ બજરંગ દળના કાર્યકર્તાઓ તેને સતત માર મારી રહ્યા હતા. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી પોલીસે હવામાં ગોળીબાર કરી ઈન્સ્પેક્ટરને છોડાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી ૩ આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશને લાવ્યા હતા. મામલો એવો હતો કે ખૈર કોતવાલીમાં મળેલ ઢોરોના મૃતદેહોને બજરંગ દળ તેમના હવાલે કરવાની માગ કરી રહ્યા હતા અને જ્યારે પોલીસે ઈન્કાર કરી દીધો તો તેઓ મારપીટ પર ઉતરી આવ્યા.
બુધવારે સવારે આશરે સાડા દસ વાગે કોઈએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં સોફા નહેર કિનારે ગોવંશના અવશેષ પડ્યા હોવાની સૂચના અપી આના પર પીઆરવીના સૈનિકો પહોંચી ગયા. અવશેષ ભેગા કરીને એક થેલામાં લઈ જવા લાગ્યા, ત્યારે જ બજરંગ દળ જૂથના પ્રમુખ સંયોજક પંકજ પંડિત, અભિષેક વર્મા, જિતેન્દ્ર ઉપાધ્યાય, નાગેન્દ્ર શર્મા, મંજીત ચૌધરી, સુદામા શર્મા, દિનેશ વગેરે બધા કાર્યકર્તાઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા.
તેઓ બધા પોલીસ વેન આગળ સુઈ ગયા અને સૈનિકોથી અવશેષો ભરેલો થેલો છીનવી લીધો. આ ખબર પર ખૈર દિનેશ ચંદ્ર દુબે ઘટનાસ્થળ પર પહોંચ્યા અને મળેલા અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વાત કહી, પણ બજરંગ દળના કાર્યકર્તાઓ આ વાત પર તૈયાર ન હતા. તેઓ અવશેષ ઝૂંટવી લેવાને લઈ ઈન્સ્પેક્ટર સાથે ખેંચાખેચી થવા લાગી. બજરંગ દળના કાર્યકર્તાઓએ ઈન્સ્પેક્ટરને નીચે પાડી દીધા. આના પર ઈન્સ્પેક્ટરે સૈનિકોને અવાજ લગાવતા તેમને છોડાવ્યા આ ખેંચણતાણમાં તેમની વર્દીનું બટન પણ તૂટી ગયું.
બજરંગ દળ કાર્યકર્તાઓની ગુંડાગર્દી ઈન્સ્પેક્ટરને ઢોરમાર માર્યો, પોલીસે આરોપીઓને દબાણને લીધે છોડ્યા

Recent Comments