(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
આમ આદમી પાર્ટીના ત્રણ નવનિયુક્ત રાજ્યસભા સાંસદો સોમવારે પહેલી વાર સંસદ પહોંચ્યાં. ત્રણેયસાંસદોએ હાથ પકડીને મીડિયાનું અભિવાદન કર્યું. તેની સાથે આપના ત્રણ સાંસદો સંસદ પરિસરમાં ગાંધીજીની મૂર્તિની નીચે દિલ્હીમાં સીલિંગ અને ૨૦ ધારાસભ્યોની બરખાસ્તગીના વિરોધમાં ધરણા આપ્યાં. સંજયસિંહ, સુશીલ ગુપ્તા તથા એનડી ગુપ્તાએ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો. હાથમાં હસ્તલિખિત પોસ્ટરો લઈને પહોંચેલા આપના એક લોકસભા સહિત ચાર સાંસદોએ સરકારની સામે નારેબાજી કરી. દિલ્હીમાં સીલિંગ બંધ કરો, લોકશાહીમાં તાનાશાહી નહી ચલેવી જેવી નારેબાજી કરીને સરકારની સામે વિરોધ પ્રદર્શિત કર્યો. સાથે ૨૦ ધારાસભ્યોૈની બરખાસ્તગીને તાનાશાહી ગણાવી. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે દિલ્હીમાં આપના ધારાસભ્યોની બરખાસ્તગી ખોટી છે. આ તાનાશાહી છે અને અમે તેને ચાલવી નહીં દઈએ. સિંહે કોંગ્રેસે અંગે કહ્યું કે ઉત્તરાખંડમાં જ્યારે કોંગ્રેસ સંકટમાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ તેને સાથ આપ્યો હતો. આ પહેલા બજેટ સત્રના પહેલા દિવસે ભાજપના એક તથા આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યોએ રાજ્યસભા સાસંદ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ જ્યારે ગૃહનું કામકાજ શરૂ થયું ત્યારે સભાપતિ વૈકેયા નાયડુએ ચાર સાંસદોએ શપથ લેવડાવ્યાં હતા. સેક્રેટરી જનરલ દેશ દીપક વર્મો સાંસદો માટે હિન્દી અને અંગ્રેજીમાં કોપી રજૂ કરી હતી.