(એજન્સી) મુંબઇ, તા. ૨૮
ભારત અને પાકિસ્તાનના તનાવ વચ્ચે ચીનના વિદેશિ પ્રધાન વાંગ યીએ તેમના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશીને કહ્યું કે બધા દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર થવો જોઇએ. કુરેશીના મોડી રાત્રે અરજન્ટ ફોનકોલનો જવાબ આપતા વાંગે ઉપરોક્ત બાબત પર ભાર આપ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના એક એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીન આંતરરાષ્ટ્રીય સંબંધોના માપદંડોનો ભંગ કરતા કૃત્યો જોવા તૈયાર નથી. પાકિસ્તાને બુધવારે સવારે ભારતીય હવાઇ સીમાનો ભંગ કર્યા પછી બંને રાષ્ટ્રો વચ્ચે વાતચીત થઇ હતી. ભારતે પાકિસ્તાની જેટ ફાઇટરો દ્વારા ભારતીય હવાઇ સીમાના ભંગને સૈન્ય મથકોને લક્ષ્યાંક બનાવવાનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો હતો. ભારતે એવો દાવો કર્યો છે કે ભારતીય હવાઇ સીમાનો ભંગ કરવાના પ્રયાસને ભારતીય વાયુ દળ (આઇએએફ) દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને એક પાકિસ્તાની એફ-૧૬ વિમાન તોડી પાડવામાં આવ્યું છે. ભારતીય લડાયક વિમાન મિગ-૨૧ પણ તોડી પાડવામાં આવ્યું છે અને આઇએએફનો પાયલટ પાકિસ્તાની સત્તાવાળાઓના કબજામાં છે.
બધા જ દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર થવો જોઇએ : ચીને પાક.ને કહ્યું

Recent Comments